- એનવી રમન શુક્રવારે ભારતના CJI તરીકે નિવૃત્ત થયા
- જસ્ટીસ લલિતના પત્ની એજ્યુકેશનિસ્ટ છે
- યુ.યુ.લલિતના ત્રણ પેઢીના લોકો શપથ સમારંભમાં હાજર રહ્યા
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે ભારતના 49મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને શપથ અપાવ્યા. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે ભારતના 49મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને શપથ અપાવ્યા. એનવી રમન શુક્રવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ હવે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે આ પદ સંભાળ્યું છે.
તમને જણાવી દઈએ કે 102 વર્ષથી લલિત પરિવાર વકીલાતના વ્યવસાયમાં છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં કાયદાની પ્રેક્ટિસ કરતા હતા. તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત જેઓ હવે 90 વર્ષના છે તેઓ પણ જાણીતા વકીલ છે, તેઓ બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના પત્ની અમિતા લલિત એજ્યુકેશનિસ્ટ છે જે નોઈડામાં બાળકોની સ્કૂલ ચલાવે છે.
#WATCH | President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Justice Uday Umesh Lalit at Rashtrapati Bhavan pic.twitter.com/HqayMJDwBB
— ANI (@ANI) August 27, 2022
જસ્ટિસ લલિતને બે પુત્રો શ્રીયસ અને હર્ષદ છે. શ્રીયસ વ્યવસાયે વકીલ બન્યા છે, જે IIT ગુવાહાટીમાંથી મિકેનિકલ એન્જિનિયર છે અને તેમના પત્ની રવિના પણ વકીલ છે. જ્યારે હર્ષદ કાયદામાં નથી અને તેઓ તેમના પત્ની રાધિકા સાથે અમેરિકામાં રહે છે. હર્ષદ હાલમાં તેમના પત્ની સાથે અમેરિકાથી દિલ્હી આવ્યા છે.
એવું નથી કે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતને વકીલાતમાં સફળતા વારસામાં મળી હતી. તેઓ દિલ્હી આવ્યા ત્યારે મયુર વિહારમાં બે રૂમના ફ્લેટમાં રહેતા હતા. પરંતુ તે પછી તેઓ દેશના ટોચના ક્રિમિનલ વકીલોમાંથી એક બની ગયા. તેઓ ઘણા હાઈ પ્રોફાઈલ કેસમાં દેખાયા હતા. 2જી કૌભાંડ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરી હતી.
2014માં તેમને વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીના ઈતિહાસમાં તેઓ બીજા એવા CJI હશે જે સીધા વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. સખત મહેનત અને ફોજદારી કેસોમાં પકડે તેમને હવે દેશના ન્યાયતંત્રના વડા બનાવ્યા છે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો રહેશે. CJI તરીકે જસ્ટિસ લલિત કૉલેજિયમનું નેતૃત્વ કરશે જેમાં જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નઝીર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ હશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ