કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા.
- ગુજરાતમાં વર્ષ 2002ની 27 ફેબ્રુઆરીએ ગોધરા કાંડથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું હતું. તે પછી અમદાવાદની ગુલબર્ગ સોસાઈટીમાં કુલ 68 લોકો માર્યા ગયા હતા. આ માર્યા ગયેલા લોકોમાં કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરી પણ હતા. આ બંને ઘટનાઓ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.
- જે સમયે ગુજરાતમાં તોફાનો થઇ રહ્યા હતા ત્યારે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોગ લગાવવામાં આવ્યો હતો કે તેમણે તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. આ મામલે રાજનીતિ ઉગ્ર બની હતી, મામલો કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદી સામે SITની તપાસ થઈ, ક્લીનચીટ મળી. પરંતુ આ ક્લીનચીટ પર સવાલ ઉઠ્યા.
- ગુલબર્ગની ઘટનામાં માર્યા ગયેલા અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ કોર્ટનો દરેક દરવાજો ખટખટાવ્યો અને સુપ્રીમ કોર્ટ પહોંચી. જોકે, આખરે તો તેમને હારનો સામનો જ કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2002થી લઈને આજ સુધી જે રાજકીય આરોપોનો સામનો કરવો પડ્યો હતો તે અંગે ખુલીને વાત કરી હતી.
#WATCH LIVE | HM Amit Shah breaks his silence on what happened during the 2002 Gujarat riots. An interview with ANI Editor Smita Prakash. https://t.co/qkX9eAYeG6
— ANI (@ANI) June 25, 2022
ભગવાન શંકરની જેમ પીધું ઝેર
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, તેમણે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત આરોપોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડામાં જોયા છે. તેમણે કહ્યું, “એક મોટા નેતા કે જેમણે ભગવાન શંકરના ‘વિષપાન’ જેવા તમામ દર્દને 18 થી 19 વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના સહન કર્યા હતા અને મેં તેમને ખૂબ જ નજીકથી પીડાતા જોયા છે. આ સમયથી માત્ર એક મજબૂત ઈચ્છા ધરાવનાર વ્યક્તિ જ ઉભા થઈ શકે છે.”
- કેટલાક લોકોએ આ મામલામાં ભાજપની છબીને કલંકિત કરી હતી, પરંતુ હવે તેને હટાવી દેવામાં આવી છે. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું, “PM મોદીએ SIT સમક્ષ હાજર થઈને નાટક નથી કર્યું. મારા સમર્થનમાં બહાર આવો, ધારાસભ્યો-સાંસદોને બોલાવો અને ધરણા કરો. જો SIT CMને પૂછપરછ કરવા માંગે છે તો તેઓ પોતે સહકાર આપવા તૈયાર છે. વિરોધ શા માટે?”
- તેમણે કહ્યું, “ગુજરાત સરકારે રમખાણો સમયે તેમની કાર્યવાહીમાં વિલંબ કર્યો ન હતો. પરંતુ દિલ્હીમાં ઘણા શીખોની હત્યા કરવામાં આવી હતી પરંતુ કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી? તેઓ અમારા પર પક્ષપાતી હોવાનો આરોપ કેવી રીતે લગાવી રહ્યા છે?”
- ભારતની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં PM નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને વિશેષ તપાસ ટીમ (SIT)ની ક્લીનચીટને સમર્થન આપ્યું હતું. તેમણે કોંગ્રેસ નેતા એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી અને કહ્યું કે અરજીમાં કોઈ યોગ્યતા નથી.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp