- મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે અવસાન
- સપાના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન
- મુલાયમ સિંહ યાદવના નિધનથી રાજકીય જગતમાં શોકનો માહોલ
ઘણા દિવસોથી બીમાર હતા મુલાયમ સિંહ યાદવ .મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયેલા સપાના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે અવસાન થયું હતું. સવારે 8 થી 8:30 વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સપાના સંરક્ષક અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના નિધનથી રાજકીય જગતમાં શોકનો માહોલ છે. મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 ઓક્ટોબરની રાત્રે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
In a tweet, Samajwadi Party chief Akhilesh Yadav announces the passing away of his father and party supremo Mulayam Singh Yadav pic.twitter.com/P7EaxdJfPB
— ANI (@ANI) October 10, 2022
મેદાન્તાના પીઆરઓએ જણાવ્યું હતું કે મુલાયમ સિંહને યુરીનમાં ઈન્ફેક્શનની સાથે બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી ગઈ હતી. સ્થિતિમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર ખસેડ્યા હતા.
22 નવેમ્બર 1939ના રોજ સૈફઈમાં જન્મેલા મુલાયમ સિંહ યાદવનું શિક્ષણ ઈટાવા, ફતેહાબાદ અને આગ્રામાં થયું હતું. મુલાયમ થોડા દિવસો માટે મેનપુરીના કરહલમાં જૈન ઈન્ટર કોલેજમાં પ્રોફેસર પણ રહ્યા હતા. પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરના મુલાયમ સિંહે બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની માલતી દેવીનું નિધન મે 2003માં થયું હતું. અખિલેશ યાદવ મુલાયમની પહેલી પત્નીના પુત્ર છે. રાજનેતાઓથી લઈને સામાન્ય લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
PM મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી મુલાયમ સિંહ યાદવજી એક નોંધપાત્ર વ્યક્તિત્વ હતા. લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ એવા નમ્ર અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવતી હતી. તેમણે ખંતપૂર્વક લોકોની સેવા કરી અને લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું.
Shri Mulayam Singh Yadav Ji was a remarkable personality. He was widely admired as a humble and grounded leader who was sensitive to people’s problems. He served people diligently and devoted his life towards popularising the ideals of Loknayak JP and Dr. Lohia. pic.twitter.com/kFtDHP40q9
— Narendra Modi (@narendramodi) October 10, 2022
મુલાયમ છેલ્લા બે વર્ષથી બીમાર હતા
મુલાયમ સિંહ યાદવ બે વર્ષથી બીમાર હતા. સમસ્યા વધી જતાં તેને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગયા વર્ષે તેમને કોરોના પણ થયો હતો. ઑગસ્ટ 2020 થી ઑક્ટોબર 2022 સુધી, ક્યારે-ક્યારે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ હતી. અહીં વાંચો…
26 સપ્ટેમ્બર 2022 ના રોજ, મુલાયમ સિંહ યાદવ છેલ્લે તપાસ માટે મેદાંતા ગુરુગ્રામ પહોંચ્યા હતા. ત્યારથી તે છેક સુધી ત્યાં દાખલ હતા. 5 સપ્ટેમ્બર 2022ના રોજ પણ મુલાયમ સિંહને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 13 ઓગસ્ટ 2022ના રોજ પણ મુલાયમ સિંહ યાદવને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. 24 જૂન 2022ના રોજ, મુલાયમ સિંહ યાદવ નિયમિત ચેકઅપ માટે મેદાંતા ગયા હતા. તેમની તબિયત બગડતાં તેમને 2 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. 15 જૂન 2022ના રોજ પણ મુલાયમને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તે જ દિવસે તેને રજા આપવામાં આવી હતી. 1 જુલાઈ, 2021 ના રોજ, જ્યારે મુલાયમ સિંહ યાદવની તબિયત બગડતી હતી, ત્યારે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર 2020માં મુલાયમ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જો કે તેમને વેક્સિન મુકાવી હતી. પેટમાં દુખાવાને કારણે ઓગસ્ટ 2020માં મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. ટેસ્ટમાં યુરિન ઈન્ફેક્શન જણાયું હતું.
1992માં સપા બનાવી, પછી રાજકારણમાં દિગ્ગજ નેતા બની ગયા
મુલાયમ સિંહ યાદવે 4 ઓક્ટોબર 1992ના રોજ લખનઉમાં સમાજવાદી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. મુલાયમ સપા અધ્યક્ષ, જનેશ્વર મિશ્રા ઉપાધ્યક્ષ, કપિલ દેવ સિંહ અને મોહમ્મદ આઝમ ખાન પાર્ટીના મહાસચિવ બન્યા હતા. મોહન સિંહને પ્રવક્તા બનાવ્યા હતા. આ જાહેરાતના એક મહિના પછી, એટલે કે 4 અને 5મી નવેમ્બરે બેગમ હઝરત મહેલ પાર્કમાં તેમણે પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું હતુ. આ પછી નેતાજીની પાર્ટીએ ઉત્તરપ્રદેશના રાજકારણમાં કાયમી સ્થાન બનાવી લીધું હતું.
ત્રણવાર UPના મુખ્યમંત્રી અને સાતવાર સાંસદ રહ્યા
યુવાનીના દિવસોમાં કુસ્તીના શોખીન મુલાયમ સિંહે 55 વર્ષ સુધી રાજનીતિ કરી. મુલાયમ સિંહ 28 વર્ષની ઉંમરે 1967માં જસવંતનગરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. જોકે તેમના પરિવારનું કોઈ રાજકીય બ્રેકગ્રાઉન્ડ નહોતું. 5 ડિસેમ્બર 1989ના રોજ મુલાયમ પ્રથમ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. બાદમાં તેઓ વધુ બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેમણે કેન્દ્રમાં દેવેગૌડા અને ગુજરાલ સરકારમાં રક્ષામંત્રીની જવાબદારી પણ સંભાળી હતી. નેતાજીના નામથી જાણીતા મુલાયમ સિંહ સાત વખત લોકસભાના સાંસદ અને નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…