December 18, 2024
KalTak 24 News
Bharat

કેરળમાં સર્જાઈ મોટી દુર્ઘટના: બોટ પલટી જતાં મહિલાઓ અને બાળકો સહિત 21ના નિધન,PM મોદીએ પણ દુઃખ વ્યક્ત

કેરળ બોટ અકસ્માત (Image Source : PTI)
  • કેરળના મલપ્પુરમમાં મોટી દુર્ઘટના
  • બોટ પલટી જવાથી 21 લોકોના મોત
  • CM-PM સહિત ઘણા રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો

Kerala Boat Tragedy: કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ખરેખર મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતા. જેના પછી તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સરકારના મંત્રી વી અબ્દુલ રહેમાને કહ્યું કે મલપ્પુરમ જિલ્લામાં બોટ પલટી જવાથી મૃત્યુઆંક વધીને 21 થઈ ગયો છે. આ બોટ પર 40થી વધુ લોકો સવાર હોવાના અહેવાલ છે. જોકે, બાદમાં મલપ્પુરમ એસપીનું પણ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દરમિયાન, કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ઘટના બાદ મધ્યરાત્રિએ રાજ્યના આરોગ્ય વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી અને અધિકારીઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપી બનાવવા અને ઘાયલોની સારી સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીએ સોમવારે સવારે 6 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ કરવાની કડક સૂચના પણ આપી છે.

સાંજે 7 વાગ્યે સર્જાઈ હતી દુર્ઘટના
કેરળના મંત્રી વી અબ્દુર્રહમાને જણાવ્યું કે, આ દુર્ઘટના સાંજે લગભગ 7 વાગે બની હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ડૂબી ગયેલી બોટને કિનારે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મૃતકોમાં ઘણા મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જેઓ શાળાના વેકેશન દરમિયાન ફરવા આવ્યા હતા.

સીએમ પિનરાઈ વિજયને દુઃખ વ્યક્ત કર્યું

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને રવિવારે મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને બચાવ કામગીરીના અસરકારક સંકલનનો આદેશ આપ્યો હતો. સીએમ પિનરાઈ વિજયને કહ્યું, “મલપ્પુરમમાં તનુર બોટ દુર્ઘટનામાં થયેલા લોકોના દુ:ખદ મોતથી ખૂબ જ દુઃખી છીએ. જિલ્લા વહીવટીતંત્રને અસરકારક રીતે બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે, જેની કેબિનેટ મંત્રીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.” તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

સીએમ પણ આજે ઘટનાસ્થળની મુલાકાત લેશે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, સોમવારને સત્તાવાર શોકનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને સાથે જ પીડિતોના સન્માનમાં તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનામાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના નજીકના સંબંધીઓને બે-બે લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. આ સાથે તેણે ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ શોક વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કેરળના મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વીટ કર્યું, “કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોનું દુઃખદ મૃત્યુ અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. હું બચી ગયેલા લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

રિટાયર્ડ લેફ. જનરલ અનિલ ચોહાણ બન્યાં દેશના નવા CDS(ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ),ચૌહાણ ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે

KalTak24 News Team

રાજસ્થાનના હનુમાનગઢમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,દુર્ઘટનામાં બે લોકોના મોત- જુઓ વિડીયો

સંભલમાં 46 વર્ષે ખૂલ્યા મંદિરના દ્વાર: હનુમાનજીની મૂર્તિ-શિવલિંગની કરાઇ સાફ-સફાઇ, જુઓ VIDEO

KalTak24 News Team
Advertisement