December 18, 2024
KalTak 24 News
Bharat

ચૂંટણી પંચની આજે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ: ગુજરાત,હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા

કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ત્યારે આજે ગુજરાત-હિમાચલની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રીની મુલાકાતો સતત થઈ રહી છે, ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે તેવુ સુત્રોનું કહેવુ છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થાય તેવુ ચર્ચાઈ રહ્યું છે.

2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

ગત વખતે ૧૦ ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે તારીખો જાહેર થઈ હતી

ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂરો થાય છે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બંને રાજ્યોમાં જીત મેળવીને સરકાર બનાવી હતી.

નોંધનીય છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે. જોકે, આવતીકાલે ડેપ્યુટી કમિશન આવતીકાલે આવવાના છે ત્યારે ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તે શક્યતાઓ નહિવત હોય તેવું લાગી રહ્યું છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ

KalTak24 News Team

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 83 મિનિટના ભાષણમાં કયા 5 સંકલ્પ લીધા…??

KalTak24 News Team

જૂના સંસદભવનમાં ફોટો સેશન દરમિયાન ગુજરાતના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અચાનક થયા બેહોશ: Video

KalTak24 News Team
Advertisement