મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી સતત ખરાબ સમાચારો આવી રહ્યા છે. ચિતા તેજસના મોત બાદ વધુ એક ચિતા સૂરજનું મોત નિપજ્યું છે. ત્રણ દિવસ પહેલા 11મી જુલાઈના રોજ તેજસનું મોત થયું હતું, ત્યારે વધુ એક ચિતાના મોતના સમાચારો સામે આવ્યા છે. આજે સવારે સૂરજ નામના ચિતો ઈનક્લોજર બહાર મૃત હાલતમાં મળ્યો છે. મોનિટરિંગ ટીમને તેજસ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ તેની સારવાર કરાઈ હતી, જોકે તેનો જીવ બચાવી શકાયો ન હતો. સૂરજની મોત બાદ કુનો નેશનલ પાર્કમાં 4 ચિતા અને 4 બચ્ચા જ બચ્યા છે.
છેલ્લા 5 મહિનામાં 8 ચીતાના મોત
દરમિયાન કુનો નેશનલ પાર્કમાં છેલ્લા 5 મહિનામાં 8 ચિતાના મોત નિપજવાની ઘટા બની છે. નર ચિતા તેજસના મૃત્યુના એક દિવસ બાદ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે નબળો પડી ગયો હતો અને માદા ચિતા સાથેની હિંસક લડાઈ બાદ તે આઘાતમાંથી બહાર ન આવી શક્યો. માર્ચથી અત્યાર સુધીમાં KNPમાં 8 ચિત્તાના મોત થયા છે.
તેજસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચિતાનું વજન લગભગ 43 કિલો હતું, જે સામાન્ય નર ચિતાના વજન કરતા ઓછું છે અને તેના શરીરના અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવી સ્થિતિમાં તેના સ્વસ્થ થવાની સંભાવના ઘણી ઓછી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુનું પ્રથમ દૃષ્ટિએ કારણ જીવલેણ આઘાત છે.
ચિત્તા નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા
કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પુનઃજીવિત કરવા માટે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.આ સાથે માદા ચિતાએ બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં 5 પુખ્ત અને 3 બચ્ચા અલગ-અલગ કારણોસર મૃત્યુ પામ્યા છે. હવે કુનોમાં 15 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચા સ્વસ્થ સ્થિતિમાં છે. જેમાંથી 12 ચિત્તા કુનોના ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે.
કુનો નેશનલ પાર્કમાં કયા ચિતાનું મૃત્યુ થયું હતું?
અત્યાર સુધીમાં 5 ચિત્તા સહિત 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. અહીં 26 માર્ચ, 2023 ના રોજ, નામિબિયન માદા ચિત્તા શાશાનું કિડનીના ચેપને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે નર ચિત્તો ઉદય 23 એપ્રિલ 2023 ના રોજ કાર્ડિયોપલ્મોનરી નિષ્ફળતાને કારણે મૃત્યુ પામ્યો હતો.
આ પછી, નર ચિતાઓ સાથે હિંસક દખલગીરીને કારણે 9 મે 2023 ના રોજ દક્ષાનું મૃત્યુ થયું. નામિબિયન માદા ચિત્તા સિયા (જ્વાલા)ના 4 બચ્ચામાંથી એકનું 23 મેના રોજ મૃત્યુ થયું હતું, ત્યારબાદ 25 મેના રોજ ડિહાઇડ્રેશન બે બચ્ચાના મોત થયા હતા . મંગળવારે, 11 જુલાઈના રોજ, અન્ય એક દક્ષિણ આફ્રિકાના ચિત્તા તેજસનું નામીબિયન માદા ચિત્તા નાભા (સાવાન્નાહ) સાથે લડાઈ દરમિયાન મૃત્યુ થયું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube