December 18, 2024
KalTak 24 News
Bharat

પંજાબ: મહિલા વિદ્યાર્થીઓના ‘લીક થયેલા વાંધાજનક વીડિયો’ને લઈને ચંદીગઢ યુનિવર્સિટી માં ભારે વિરોધ

ચંડીગઢ(Chandigarh): કહેવાય છે કે, વિદ્યા વિનયથી શોભે છે. પણ ઘણીવાર શિક્ષણના ધામમાં જ વિદ્યાને લાંછન લગાડતી ઘટનાઓ સામે આવતી હોય છે. પંજાબના મોહાલીમાં સામે આવેલી આવી જ એક ઘટનાથી હડકંપ મચી ગયો છે. પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટી(Chandigarh University)માં શનિવારે મધરાતે હંગામો થયો હતો. જેમાં એક ઘટનાને પગલે એક સાથે 8 વિદ્યાર્થિની(Student)ઓને આત્મહત્યાનો પ્રયાસ કરતા અચાનક સરકારી તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓ રસ્તા પર ઉતરીને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહી છે.

ચંદીગઢ(Chandigarh)ની એક ખાનગી યુનિવર્સિટી(University)માં ભારે હોબાળો થયો હતો. આરોપ છે કે ગર્લ્સ હોસ્ટેલ(Girls Hotels) ની એક યુવતીએ નહાતી વખતે અન્ય 60 યુવતીઓનો વીડિયો બનાવીને યુવકોને મોકલી દીધો હતો. છોકરાઓએ તે વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરી(Girls) ઓના ઘણા સમય સુધી નહાતી વખતે એક વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો.

યુનિવર્સિટી(University)ના વિદ્યાર્થીઓનું કહેવું છે કે મેનેજમેન્ટ મામલો દબાવવા માટે તેમના પર દબાણ કરી રહ્યું છે. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ મોડી રાત્રે યુનિવર્સિટી(University) કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાયરલ વીડિયોને લઈને 8 છોકરીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના પણ સમાચાર છે.

એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો
અત્યારે ચંડીગઢ યૂનિવર્સિટી(Chandigarh University)ની બહાર વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ આ ઘટના પ્રકાશમાં આવતા એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે અન્ય કેટલીક વિદ્યાર્થીનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે. અત્યારે અહીં પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી ગઈ છે. ત્યારે આરોપી વિદ્યાર્થીનીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આરોપી યુવતી અંગત પળોના વીડિયો બનાવતી…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યૂનિવર્સિટી(University)ની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દરરોજ હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓનો વીડિયો બનાવતી હતી. તે કપડાં બદલતી વખતે કે બાથરૂમમાં જ્યારે યુવતીઓ હોય તે સમયે વીડિયો બનાવતી હતી. ત્યારપછી આરોપી યુવતી તેના મિત્રને આ ક્લિપ સેન્ડ કરી દેતી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્ટેલની મોટાભાગની યુવતીઓને આ અંગે જાણ થઈ હતી. જેના કારણે વધુ તપાસ કરતા શનિવારે આરોપી યુવતીને અન્ય વિદ્યાર્થીનીએ વીડિયો ઉતારતા દબોચી લીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, જે યુવતી પર અન્ય છોકરીઓના વીડિયો વાયરલ કરવાનો આરોપ છે તેને હોસ્ટેલના રૂમમાં બંધ રાખવામાં આવી છે. હંગામો એટલો વધી ગયો હતો કે સુરક્ષાકર્મીઓએ યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરવો પડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસના વાહનો પલટી નાખ્યા હતા, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

આરોપી યુવતીની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ
સંસ્થાના અધિકારીઓને હોસ્ટેલની અન્ય યુવતીઓએ આ અંગે જાણ કરી દીધી હતી. જેથી આરોપી યુવતીની પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે આવા વીડિયો કેપ્ટર કરવાથી લઈ પોતાના મિત્રને શેર કરવા સુધીની તમામ માહિતી આપી દીધી હતી. નોંધનીય છે કે તેને વધુમાં મિત્રના માર્ગદર્શનથી આ કાર્ય કર્યું હોવાનું સ્વીકાર્યું હતું.

સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે યુવતીઓનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કરનાર યુવક શિમલાના રહેવાસી છે. આરોપી યુવતી ખાનગી યુનિવર્સિટીમાં ગર્લ્સના બાથરૂમની અંદરથી વીડિયો બનાવતી વખતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે, જેનો વીડિયો યુનિવર્સિટીના વિદ્યાર્થીએ યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે.

હોસ્ટેલની યુવતીઓએ હોબાળો મચાવ્યો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે તેમની અંગત ક્ષણોના વીડિયો ઓનલાઈન વાઈરલ થઈ ગયા છે, ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો હતો. વળી આરોપી પાસેથી ઘણા બધા તેમના વીડિયો જોયા બાદ એક વિદ્યાર્થીનીને તો હાર્ટ એટેક પણ આવી ગયો હતો. જ્યારે કેટલીક યુવતીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ત્યારપછી હોસ્ટેલની તમામ યુવતીઓએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે પોલીસ ઘટનાસ્થળે આવીને તપાસ કરી રહી છે.

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આ મુદ્દે પ્રતિક્રિયા

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આ મુદ્દે પ્રતિક્રિયા આપી અને વિદ્યાર્થીઓને શાંત રહેવા કહ્યું. તેમણે કહ્યું કે દોષિતોને પકડીને સજા કરવામાં આવશે.

“હું ચંદીગઢ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને શાંત રહેવા વિનંતી કરું છું, કોઈ પણ દોષિતને બક્ષવામાં આવશે નહીં. તે ખૂબ જ સંવેદનશીલ મામલો છે અને તે આપણી બહેનો અને પુત્રીઓના ગૌરવ સાથે સંબંધિત છે. મીડિયા સહિત આપણે બધાએ ખૂબ જ સાવધ રહેવું જોઈએ, તે હવે એક સમાજ તરીકે આપણી પણ કસોટી છે,” તેમણે લખ્યું. સાવચેતીના પગલા તરીકે, સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યાં બનશે ભવ્ય હરિમંદિર,પાંચ એકર જમીન ખેડુતોએ સંપ્રદાયને દાનમા આપી દીધી

Sanskar Sojitra

National Film Awards 2024ની જાહેરાત,ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ત્રણ એવોર્ડ, માનસી પારેખ શ્રેષ્ઠ અભિનેત્રી;જાણો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ વિશે

Sanskar Sojitra

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન, ઘણા સમયથી હતા બીમાર;પદ્મ વિભૂષણથી સન્માનિત પણ થયા હતા

KalTak24 News Team
Advertisement