જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી. પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 5 જવાનો શહીદ(Shaheed) થવાની જાણકારી છે. ઘટનાની જાણ થતા જ આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આર્મી હેડક્વાર્ટર, નોર્ધર્ન કમાન્ડના (Northen Command) સત્તાવાર નિવેદન અનુસાર, વિસ્તારમાં ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાનો લાભ લઈને અજાણ્યા આતંકવાદીઓએ (terrorist) આર્મીના વાહન પર ફાયરિંગ કર્યું હતું અને ગ્રેનેડ ફેંક્યો (terrorist attack) હતો.
બપોરે આતંકીઓએ ગાડી પર ગોળીબાર કર્યો
સેના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, આજે લગભગ બપોરે 3 વાગ્યે રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે હાઈવે પરથી પસાર થઈ રહેલા સેનાના એક વાહન પર અજ્ઞાત આતંકવાદીઓએ ગોળીબારી કરી. આતંકવાદીઓએ કદાચ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો, જેના કારણે વાહનમાં આગ લાગી ગઈ. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવતા આ આતંકી હુમલો થયો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ગુરુવારે બપોરે પૂંચ અને રાજોરી જિલ્લાની સરહદ પર ભટાદુડિયા વિસ્તારમાં થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે સૈન્ય વાહન પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર અમુક સામાન લઈને જઈ રહ્યું હતું.
તેમાં સૈનિકો હતા. અચાનક આગ લાગવાથી સૈનિકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાંથી પાંચ જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા સેનાના અધિકારીઓ અને જવાનો દાઝેલા સાથીઓને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા.
સેનાના પ્રવક્તાએ લોકોને અપીલ કરી છે કે તેઓ ઘટનાની તસવીરો અને વીડિયો શેર ન કરે. તેમણે કહ્યું કે અકસ્માતની પુષ્ટિ થયા બાદ નક્કર માહિતી શેર કરવામાં આવશે.
1 જવાબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ વિસ્તારમાં કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ જવાન આ ઘટનામાં શહીદ થઈ ગયા. જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. જેને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો છે. આતંકીઓની શોધખોળમાં સર્ચ ઓપરેશાન ચલાવાયું છે.
રક્ષા મંત્રીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
આ ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલી દુર્ઘટનાથી હું દુખી છું. તેમણે કહ્યું કે અહીં એક ટ્રકમાં આગ લાગી હતી, જેના પછી ભારતીય સેનાએ પોતાના બહાદુર સૈનિકોને ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.