મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી તેમના એક નિવેદનને કારણે વિવાદમાં આવી શકે છે. એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી બોલતી વખતે તેમણે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના વખાણ કર્યા હતા, પરંતુ તેમણે મહારાષ્ટ્ર વિશે એવી વાત કરી હતી જે સ્થાનિક લોકોને ભાગ્યે જ ગમે છે. ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ પર આપેલા નિવેદનના કારણે વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષના કહેવા મુજબ રાજ્યપાલે મહારાષ્ટ્રનું અપમાન કર્યુ છે.
મુંબઇના અંધેરી પશ્વિમ ક્ષેત્રમાં એક સ્થાનિક ચોકનું નામ દિવંગત શ્રીમતી શાંતિદેવી ચમ્પાલાલજી કોઠારીના નામ પર રાખવામાં આવ્યું છે. શુક્રવારે આ કાર્યક્રમ પ્રદેશના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન હાજર જનતાને સંબોધિત કરતાં રાજ્યપાલે કહ્યું કે ‘ક્યારેક ક્યારેક હું અહીં લોકોને કહ્યું છું કે મહારાષ્ટ્રમાં ખાસકરીને મુંબઇ-થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નિકાળી દો, તો તમારા ત્યાં પૈસા બચશે નહી. આ મુંબઇ આર્થિક રાજધાની કહેવાશે નહી.’
#WATCH | If Gujaratis and Rajasthanis are removed from Maharashtra, especially Mumbai and Thane, no money would be left here. Mumbai would not be able to remain the financial capital of the country: Maharashtra Governor Bhagat Singh Koshyari pic.twitter.com/l3SlOFMc0v
— ANI (@ANI) July 30, 2022
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશ્યરી મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં એક સ્થાનિક ચોકનું નામ શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામ પર રાખવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલે મહારાષ્ટ્ર અને મુંબઈની અર્થવ્યવસ્થામાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના યોગદાનની પ્રશંસા કરી હતી.આ દરમિયાન કોશ્યારીએ કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શકશે નહીં.
आता तरी..
ऊठ मराठ्या ऊठ..
शिवसेना फोडून बुळबुळीत सरकार का आणले याचा खुलासा भाजपा राज्यपालांनी केला आहे..
बुळबुळीत गटाचे लोक उठणार नाहीत..
मराठ्या तुलाच उठावे लागेल.. pic.twitter.com/QYX4weHdQ2— Sanjay Raut (@rautsanjay61) July 30, 2022
શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો
મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો. તેણે લખ્યું, મહારાષ્ટ્રમાં BJP પ્રાયોજિત મુખ્યમંત્રી મરાઠી માણસ અને શિવ રાયનું અપમાન કરવા લાગ્યા.જો આ વાત સાંભળીને પણ સ્વાભિમાન પર નીકળેલું જૂથ ચૂપ રહેશે તો શિવસેનાનું નામ ન લેશો. CM શિંદેએ ઓછામાં ઓછું રાજ્યપાલની નિંદા કરવી જોઈએ. આ મરાઠી શ્રમજીવી લોકોનું અપમાન છે.
શિંદે જૂથે પણ નિવેદન વખોડ્યું
શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલ સામે કેન્દ્ર સરકારમાં ફરિયાદ નોંધાવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે રાજ્યપાલના નિવેદનથી રાજ્યનું અપમાન થયું છે. રાજ્યપાલ એક બંધારણીય પદ છે, તેથી કેન્દ્ર સરકારે દખલગીરી દેવી જોઈએ કે કોશ્યારી તરફથી આ પ્રમાણેના નિવેદન ના થવા જોઈએ. મુંબઈના નિર્માણમાં દરેક જૂથની ભાગીદારી છે. એૉમાં મરાઠી લોકોનો પણ ખૂબ મોટો હિસ્સો છે. મુંબઈના ઔદ્યોગિક વિકાસમાં પારસી સમુદાયનું પણ ખૂબ મોટું યોગદાન છે.
સાંસદ પ્રિયંકાએ કહ્યું- માફી માગે રાજ્યપાલ
રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે આ નિવેદનથી મહારાષ્ટ્રના મહેનતી લોકોનું અપમાન થયું છે. મરાઠી લોકો દિવસ-રાત મહેનત કરીને દેશમાં મહારાષ્ટ્રને આગળ પહોંચાડ્યું છે. રાજ્યપાલે તરત માફી માગવી જોઈએ, નહીં તો અમે તેને બદલવાની માગણી કરીશું. તેમણે આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે શું CM અને ડેપ્યુટી સીએમ આ વાત સાથે સહમત છે? તેઓ અત્યારસુધી તેમના કેબિનેટ મંત્રીઓ પણ સહમતી નથી દર્શાવી શક્યાને.
કોંગ્રેસે પણ નિવેદન વખોડ્યું
બીજી બાજુ, કોંગ્રેસ-પ્રવક્તા સચિન સાવંતે પણ કહ્યું હતું કે આ ભયાનક વાત કહેવાય કે રાજ્યના રાજ્યપાલ જ રાજ્યના લોકોને બદનામ કરી રહ્યા છે. તેમના રાજ્યપાલ રહેવાથી મહારાષ્ટ્રની રાજનીતિની પરંપરાનું
પતન થયું છે અને મહારાષ્ટ્રનું પણ સતત અપમાન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યપાલ કોશ્યારી માફી માગે: NCP
એ ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અમોલ મિતકારીએ રાજ્યપાલના નિવેદનનો વિરોધ કર્યો છે. NCP ધારાસભ્યએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કુશળ અને સક્ષમ છે. અમે વફાદાર લોકો છીએ, જે ચટણી અને રોટલી ખાઈએ છીએ અને બીજાને પણ ખવડાવીએ છીએ. ધારાસભ્ય તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે. તમારે ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ.
62 વર્ષ પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતા
આપને જણાવી દઈએ કે વર્ષ 1960 સુધી મહારાષ્ટ્ર અને ગુજરાત બે અલગ રાજ્યો ન હતા પરંતુ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતા. બોમ્બે પ્રેસિડેન્સીમાં મોટાભાગના લોકો મરાઠી અને ગુજરાતી ભાષા બોલતા હતા. જ્યારે ભાષાના આધારે અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી, ત્યારે સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ 1956 હેઠળ, તત્કાલીન જવાહરલાલ નેહરુ સરકારે બોમ્બે પ્રેસિડેન્સીને બે ભાગમાં વહેંચી દીધી હતી. એકનું નામ મહારાષ્ટ્ર અને બીજા રાજ્યનું નામ ગુજરાત રાખ્યું હતું.
બંને રાજ્યોનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવે છે. બંને રાજ્યોનો સ્થાપના દિવસ 1લી મેના રોજ છે. બોમ્બે પ્રેસિડેન્સીનું વિભાજન કરીને બે નવા રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના કરવામાં આવી તેને 62 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ