May 18, 2024
KalTak 24 News
Entrainment

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા

vaishali takkar
  • ટીવી સિરિયલના જગતની પ્રખ્યાત અભિનેત્રી આપઘાત કર્યો
  • પોલીસને મળી છે સુસાઇડ નોટ
  • અનેક સિરિયલમાં કર્યું હતું કામ

પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે(Vaishali takkar) આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ ઈન્દોરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રી(Actress)એ એક સુસાઈડ નોટ(suicide note) પણ મૂકી છે. વૈશાલીની આત્મહત્યાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હવે આ મામલાની તપાસ કરી રહી છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે(vaishali takkar) આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ ઈન્દોરમાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Vaishali Takkar

તેજાજી નગર પોલીસ સ્ટેશન કેસની તપાસમાં
મળતી માહિતી મુજબ, તેજાજી નગર પોલીસ સ્ટેશન કેસની તપાસમાં લાગેલું છે. પોલીસ અભિનેત્રીની આત્મહત્યા પાછળનું કારણ શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. અભિનેત્રીની આત્મહત્યા અંગે સુસાઈડ નોટમાંથી શું માહિતી મળી છે, તે ટૂંક સમયમાં જાણવા મળશે.

પોલીસને સુસાઈડ નોટ મળી આવી છે
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર છેલ્લા 1 વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. અભિનેત્રીના આત્મહત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અભિનેત્રીનો મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસને વૈશાલીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી છે.

Actress Vaishali Takkar Biography, Career and Life Story - TFIPOST

અનેક સિરિયલમાં કર્યું હતું કામ
વૈશાલીએ એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે અને કરિયરની શરૂઆત એક એન્કર તરીકે કરી હતી, જે બાદ સિરિયલમાં કામ શરૂ કર્યું અને સફળતા મળતી ગઈ. યે વાદા રહા, યહ હૈ આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક જેવી અનેક સિરિયલમાં પણ વૈશાલીએ કામ કર્યું હતું.

કરિયરની શરૂઆત યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી થઈ હતી
વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીનો છે. ઘણા વર્ષોથી ઈન્દોરમાં રહેતી ટીવી સિરિયલની કલાકાર વૈશાલી ઠક્કરે પોતાના ઈન્દોરના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, વૈશાલી ઠક્કરે Star+ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી શરૂઆત કરી હતી અને આ સિરિયલમાં તેણે સંજનાની ભૂમિકા ભજવી હતી. જેના કારણે તે ખૂબ જ ફેમસ થયો હતો. અત્યાર સુધીની તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો છે. આ સાથે પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે.

Vaishali Takkar - Celebrity Style in Manmohini, Episode 272, 2019 from  Episode 272. | Charmboard

વૈશાલીને ગોલ્ડન પેટલ એવોર્ડ મળ્યો છે

ઈન્દોરની રહેવાસી વૈશાલી ઠક્કર એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત એન્કરિંગથી કરી હતી. 2015માં તેને સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સંજનાનું પાત્ર ભજવવાની તક મળી. આ ટેલિવિઝન શોથી તેને ઘણી ખ્યાતિ મળી. આ શો પછી તે યે વાદા રહા, યે હૈ આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક અને વિશ અને અમૃતમાં જોવા મળી હતી.વૈશાલીનું સૌથી લોકપ્રિય પાત્ર સસુરાલ સિમર કામાં અંજલિ ભારદ્વાજનું હતું. જેના માટે તેણીને ગોલ્ડન પેટલ એવોર્ડની નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

2019 માં, વૈશાલી ટેલિવિઝન શો મનમોહિનીમાં જોવા મળી હતી. જેમાં તે માનસીનો રોલ કરી રહી છે. વૈશાલીએ ટેલિવિઝન સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Yeh Rishta Kya Kehlata Hai actress Vaishali Takkar gets engaged to Dr  Abhinandan Singh – view pictures

મોતના પાંચ દિવસ પહેલાં સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો
વૈશાલીએ પાંચ દિવસ પહેલાં જ સો.મીડિયામાં એક રીલ શૅર કરી હતી. આ રીલમાં તે ‘દિલ જીગર ક્યા હૈ…મેં તો તેરે લિયે જાન ભી દે દૂ..’ ગાતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

ચાહકો આઘાતમાં
વૈશાલી ઠક્કરના મોતના સમાચાર સાંભળ્યા બાદથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. વૈશાલીના મિત્રો પણ આ વાત સ્વીકારવા તૈયાર નથી.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

OMG 2 Trailer: ‘OMG 2’ ધમાકેદાર ટ્રેલર રીલિઝ,ભગવાન શિવનો દાસ બન્યો અક્ષય કુમાર-જુઓ VIDEO

KalTak24 News Team

ગોપી બહુ એટલે કે દેવોલિના ભટ્ટાચારી બિકીનીમાં બતાવ્યો સુપરહૉટ અંદાજ, ફાટી રહી ગઇ જોનારાઓની આંખો

KalTak24 News Team

બિપાશા બાસુ માતા બનવા જઈ રહી છે , બેબી બમ્પ સાથે ઇન્સ્ટા પર તસ્વીર કરી શેર

Sanskar Sojitra