WTC 2023 Final: WTC ફાઇનલમાં ગુજરાતી સિંગર ગીતાબા ઝાલા લંડનના ઓવલ સ્ટેડિયમમાં ગાશે ભારતનું રાષ્ટ્રગીત

Sports News: આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(World Test Championship)નો પ્રારંભ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના શહેર એવા લંડનમાં WTC ની ફાઈનલ રમાઈ રહી છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા(IndiaVsAustralia) સફેદ કપડામાં સામ-સામે જોવા મળશે.એક તરફ ભારતીય ટીમ ઈતિહાસ રચવાની દિશામાં આગેકૂચ કરી રહી છે. તો બીજી તરફ WTC ફાઇનલમાં ધંધૂકાના ગુજરાતી સિંગર ગીતાબા(Geetaba Jhala) લંડનમાં ભારતનું રાષ્ટ્રગીત(National Anthem) ગાશે.
ગીતાબા ઝાલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનું રાષ્ટ્રગીત ગાશે
લંડનમાં રહેતા મૂળ ગુજરાતના ધંધૂકાના વતની એવા ગીતાબા ઝાલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનું રાષ્ટ્રગીત ગાશે. ઉલ્લેખનીય છેકે, આજે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ(oval cricket ground) ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાશે. ક્રિકેટ મેચ પહેલા બન્ને દેશના રાષ્ટ્રગીત ગવાશે.
સિંગર ગીતા ઝાલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સમાચાર શેર કરતા એક પોસ્ટ શેર કરી છે. જેના કેપ્શનમાં તેણીએ લખ્યું છે કે, ‘ઈટ્સ ઓફિશિયલી. હું, ગીતા ઝાલા, એક નાની ભારતીય છોકરી મોટા સપનાઓ સાથે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતનું રાષ્ટ્રગાન ગાશે. ઇતિહાસમાં આ સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી સિંગર. હું શું કહી શકું? હું અભિભૂત, નમ્ર, સશક્ત અને અતિશય ગર્વ અનુભવું છું! મારા પરમ મિત્ર રાહુલ મુંજરીયાએ આ પ્રસંગ માટે સૌથી અતુલ્ય સંગીત આપ્યું છે. હું 7મી જૂને 200 મિલિયનની સ્ક્રીન પર હોઈશ.’
ECBએ ગીતાબાને રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા
આજે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાશે. ક્રિકેટ મેચ પહેલા બન્ને દેશના રાષ્ટ્રગીત ગવાશે. જેમાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન અધિનાયક જય હૈ… ભારત ભાગ્ય વિધાતા’ ગાવાની તક ગુજરાતના અડવાળ ગામની દીકરી ગીતાબા ઝાલાને મળી છે. સંદેશ સાથેની વાતચીતમાં ગીતાબા ઝાલાએ કહ્યું કે, ‘એક ગુજરાતી તરીકે મારા માટે ગર્વની બાબત છે કે હું બ્રિટનમાં રહેતા હજારો ઈન્ડિયન્સ અને ભારતની મેચ જોવા આવેલા ભારતીય લોકોની હાજરીમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈશ.’ ECBએ ગીતાબાને રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા છે.
View this post on Instagram
ગીતાબા 1992માં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે
મારું મૂળ વતન ધંધૂકા તાલુકાનું અડવાળ ગામ છે.પરંતુ મારો જન્મ બ્રિટનમાં થયો છે. હું રાજસ્થાનના અજમેરમાં ભણતી હતી ત્યારે અજમેર ડિસ્ટ્રિક્ટની ગર્લ્સ ક્રિકેટ ટીમમાં હું રમી ચૂકી છું. ક્રિકેટમાં મને નાનપણથી જ શોખ રહ્યો છે. આજે ભારતની ક્રિકેટ ટીમને હું રાષ્ટ્રગીત અર્પણ કરીશ. – ગીતાબા, સિંગર
ગીતાએ વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વેલકમ બેક’માં તેના ટાઈટલ ટ્રેક માટે લોકપ્રિયતા મેળવી હતી. ગીતા ગુજરાતી, પંજાબી અને બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના શાનદાર હૂક નંબર્સ, રેપ અને ફ્યુઝન ગીતો માટે જાણીતી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ