સ્પોર્ટ્સ
Trending

World Cup 2023: આજથી ક્રિકેટના મહાકુંભ ક્રિકેટ વર્લ્ડકપનો શુભારંભ,એક-એક પોઈન્ટ્સથી સમજો ટૂર્નામેન્ટ સંબંધિત વિગતવાર માહિતી

ODI World Cup 2023: છેલ્લા વનડે વર્લ્ડ કપની જેમ આ વખતે પણ 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારતના 10 શહેરોમાં ટૂર્નામેન્ટના 48 મેચ રમાશે. પહેલી મેચ પાંચ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

  • આજથી વર્લ્ડ કપની શરૂઆત 
  • રિઝર્વ-ડેથી લઈને સુપરઓવર સુધી 
  • જાણો આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી ખાસ વાતો 

World Cup 2023:આજથી વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. પાંચ ઓક્ટોબરે ગઈ વખતના વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચથી ટૂર્નામેન્ટની શરુઆત થશે. રાઉન્ડ રોબિન સ્ટેજમાં 45 મેચ રમાશે જ્યારે ત્રણ મેચ નોકઆઉટ સ્ટેજમાં થશે. એટલે કે કુલ 48 મેચ રમાશે. 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ રમાશે.

1. કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
આ વખતે વિશ્વકપમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામેલ છે.

2. કેટલી મેચ રમાશે અને શું છે ફોર્મેટ?
આ વિશ્વકપ દરમિયાન કુલ 48 મેચ રમાશે. સૌથી પહેલા રાઉન્ડ રોબિન રમાશે. આ સ્ટેજમાં એક ટીમ બાકીની તમામ 9 ટીમ સામે એક-એક મેચ રમશે. જે ચાર ટીમોના સૌથી વધુ પોઈન્ટ હશે, તે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. બે સેમીફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાશે.

3. ક્યારથી શરૂ થશે ટૂર્નામેન્ટ?
વિશ્વકપના મુકાબલા 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 ઓક્ટોબરે ફાઈનલ રમાશે. એટલે કે કુલ 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. તમામ મેચ માટે બે સમય નિર્ધારિત છે. દિવસની મેચ સવારે 10.30 કલાકે શરૂ થશે અને ડે-નાઈટ મેચની શરૂઆત બપોરે 2 કલાકે થશે.

4. કયા-કયા વેન્યૂ પર રમાશે મેચ?
ભારતના કુલ 10 શહેરોમાં મેચ રમાશે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરૂ, હૈદરાબાદ અને ધર્મશાલા સામેલ છે.

5. કયા જોઈ શકશો લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલીકાસ્ટ?
વિશ્વકપ 2023 મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હોટસ્ટાર પર જોઈ શકાય છે. તો ટીવી પર મેચનું સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર થશે.

6. શું રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે?
બંને સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જ્યારે લીગ રાઉન્ડમાં કોઈ રિઝર્વ ડે નથી.

7. આ વખતે શું અલગ?
આ વખતે વિશ્વકપમાં ટીમોની સંખ્યા ઓછી રાખવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે બે વખત વિશ્વ ચેમ્પિયન બનનાર વિન્ડીઝની ટીમ આ વખતે જોવા મળશે નહીં.

8. સેમીફાઈનલ અને ફાઈનલ મુકાબલા કયાં રમાશે?
ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો સેમીફાઈનલ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ઈડન ગાર્ડંસ કોલકત્તામાં રમાશે.

9. ક્યારે થશે ભારત અને પાકિસ્તાનની ટક્કર?
આ મહામુકાબલો 14 ઓક્ટોબર બપોરે 2 કલાકે શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે.

10. યજમાનીમાં આ વખતે શું છે અનોખી વાત?
આ પ્રથમવાર છે જ્યારે ભારત એકલું વિશ્વકપની યજમાની કરશે. આ પહેલા 1987, 1996 અને 2011માં ભારતે દક્ષિણ એશિયન દેશોની સાથે મળી વિશ્વકપની સંયુક્ત યજમાની કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા