KalTak 24 News
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યાની જાદુઇ વિકેટ! બોલ હાથમાં લઈને કશુંક બોલ્યો અને તરત જ લીધી વિકેટ?, જુઓ VIDEO

Hardik Pandya Ind vs Pak 2023
  • હાર્દિક પંડ્યાએ ઓપનર ઈમાનની વિકેટ લીધી
  • બોલ ફેંકતા પહેલાનો હાર્દિકનો વીડિયો વાયરલ
  • યૂઝર્સે કહ્યું કે પંડ્યાએ બોલ પર મંત્રોચ્ચાર કર્યો

Hardik Pandya Ind vs Pak 2023: વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં હાર્દિક પંડ્યા પોતાીન એક્શનના કારણે ચર્ચામાં આવ્યો છે. તેણે સારી રીતે સેટ થયેલા ઈમામની વિકેટ ઝડપી હતી. આ વિકેટ લેતા પહેલા તેની એક્શન વાઈરલ થઈ રહી છે. તેણે હાથમાં બોલ લઇ કઈંક શબ્દો કહ્યા હતા અથવા તો ફૂંક મારી હતી, તે તો હાર્દિક પંડ્યા જ કહી શકશે પણ હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. લોકો આ ઘટનાને તંત્ર-મંત્ર સાથે પણ જોડી રહ્યા છે.

હાર્દિક પંડ્યાની વિકેટ બની ચર્ચાનું કારણ

હાર્દિકે 13મી ઓવરના ત્રીજા બોલ પર ઈમાનને આઉટ કર્યો. તેણે ચોથા સ્ટમ્પ પર ફુલર બોલ નાખી, જેના પર ઈમામનું બેટ અડ્યું અને તે વિકેટકીપરના હાથે કેચ આઉટ થઈ ગયો. હાર્દિકે ઈમામને આઉટ કરતા પહેલા બોલ હાથમાં લઈને હાર્દિક મોઢા પાસે લઈ જઈને કંઈક કહ્યું હતું, આમ કરતા તે કેમેરામાં કેદ થઈ ગયો હતો. હાર્દિકના આમ કરવા પર લોકો ફની રિએક્શન આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે હાર્દિકે જે મંત્ર ફૂંક્યો તે કામ આવ્યો. જો કોઈએ મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, હાર્દિકનું કાળું જાદૂ ચાલી ગયું.


ત્યાર બાદ તેણે રનઅપ શરૂ કર્યું અને બોલ ફેંક્યો. જે બાદ ઘટના સામે આવી તે કોઈ જાદુથી ઓછું ન હતું. સારા ફોર્મમાં દેખાઈ રહેલો ઈમામ ઉલ હક બોલને હીટ કરવાના પ્રયાસમાં કીપરને કેચ આપી બેઠો  હતો. તે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો નહીં અને બોલ તેના બેટની કિનારી લઈને સીધો વિકેટકીપર કેએલ રાહુલના ગ્લોવ્સમાં ગયો. આવી સ્થિતિમાં ઇમામ 6 ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને આઉટ થયો હતો. ઈમામ ઉલ હકને આઉટ કર્યા બાદ હાર્દિકે પાકિસ્તાની ખેલાડીને લઈને ખાસ પ્રતિક્રિયા પણ આપી હતી. તે તેમને બાય-બાય કહેતો જોવા મળ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની થઇ જાહેરાત,15 સભ્યોની ટીમ વર્લ્ડ કપ માટે તૈયાર

KalTak24 News Team

IND vs PAK: ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન,14મીએ પાકિસ્તાન સામે જામશે ખરાખરીનો જંગ,જુઓ VIDEO

KalTak24 News Team

સફળ સર્જરી બાદ રિષભ પંતે બે યુવકોને સાથે મુલાકાત કરી, ફોટો શેર કરીને આ યુવકોનો માન્યો આભાર

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા