September 14, 2024
KalTak 24 News
Bharat

VIDEO: શિવરાજ સિંહ ચૌહાણ થયા ભાવુક, બહેનો ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી, કહ્યું- ‘ભૈયા અમે તમને વોટ આપ્યો હતો’

Shivraj Singh Chouhan
  • ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને બદલે મોહન યાદવને સાંસદની કમાન સોંપી છે
  • શિવરાજના રાજીનામા બાદ કેટલીક મહિલાઓ તેમને મળવા આવી હતી
  • આ દરમિયાન પૂર્વ સીએમ પણ ભાવુક જોવા મળ્યા

Shivraj Singh Chouhan: MPમાં લાંબા સમય સુધી સત્તામાં રહ્યા પછી શિવરાજ સિંહને આ વખતે CM બનાવવામાં આવ્યા નથી. તેમની જગ્યાએ મોહન યાદવને CMનું પદ આપવામાં આવ્યું છે. આ નિર્ણય પછી એક ભાવુક વીડિયો સામે આવ્યો છે, જેમાં MPની મહિલાઓ શિવરાજ સિંહને ભેટીને રડી રહી છે કે અમે તમને વોટ આપ્યો હતો. શિવરાજ સિંહ તેમને સાંત્વના આપતા નજરે આવી રહ્યા છે.

મંગળવારે શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ પહેલા કેટલીક મહિલાઓએ તેમને ઘેરી લીધા અને જોર-જોરથી રડવા લાગી. મહિલાઓએ કહ્યું- ભાઈ, મેં તમને વોટ આપ્યો છે. શિવરાજ સિંહે તેમને સંભાળવાનો પૂરો પ્રયાસ કર્યો. શિવરાજ સિંહે તેમના માથા પર હાથ મૂકીને ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ ક્યાંય જવાના નથી.

જુઓ VIDEO:

આ વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળ્યું કે શિવરાજ સિંહની બે ‘લાડલી બહેનો’ એમને પકડીને જોર-જોરથી રડવા લાગે છે અને આ જોઈને શિવરાજ સિંહ ચૌહાણ પોતે પણ ભાવુક થઈ જાય છે. આ બાદ શિવરાજે એમને ચૂપ કરાવ્યા અને કહ્યું કે, ‘હું તમને છોડીને ક્યાંય નથી જઈ રહ્યો.’ 

નોંધનીય છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્યના નવા મુખ્યમંત્રી મોહન યાદવને ઘણી શુભકામનાઓ આપી છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે મોહન યાદવના નેતૃત્વમાં રાજ્ય પ્રગતિ અને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચશે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મારા મનમાં સંતોષની લાગણી છે.”

નોંધનીય છે કે શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘લાડલી બહેનયોજના’નું આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવી રહ્યું છે, જેમાં દર મહિને મહિલાઓના ખાતામાં 1250 રૂપિયા પહોંચી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં ‘મામા’ તરીકે પણ ઓળખાય છે. રાજ્યની તમામ મહિલાઓ સાથે ‘ભાઈ-બહેનનો સંબંધ’ સ્થાપિત કરવામાં તેઓ સફળ રહ્યા છે. આજે આ ‘મામા’ અને તેમની ‘લાડલી બહેનો’ પાસેથી મુખ્યમંત્રી તરીકે વિદાય લેતા સમયે ભાવુક થઈ ગયા હતા.

લાડલી બહેના યોજના મહત્વપૂર્ણ
ભાજપની જીતમાં શિવરાજ સિંહ ચૌહાણ તરફથી શરુ કરવામાં આવેલી લાડલી બહેન યોજના મહત્વપૂર્ણ છે. આ યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં દર મહિને 1250 રુપિયા નાંખવામાં આવે છે. શિવરાજ સિંહને મામાના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

લદ્દાખને લઇને મોદી સરકારનો મોટો નિર્ણય,લદ્દાખને મળશે પાંચ નવા જિલ્લાઓ;ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી જાણકારી

KalTak24 News Team

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને નડ્યો અકસ્માત,7 લોકોના થયા મોત,27 ઈજાગ્રસ્ત

KalTak24 News Team

રિટાયર્ડ લેફ. જનરલ અનિલ ચોહાણ બન્યાં દેશના નવા CDS(ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ),ચૌહાણ ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી