ટેકનોલોજી
Trending

WhatsApp Features: WhatsApp પર આવ્યું નવું ફીચર, ગ્રુપ મેમ્બર્સ કરી શકશે ઓડિયો ચેટ, જાણો કેવી રીતે નવું ફીચર કરશે કામ?

WhatsApp New Features: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગ્રુપ મેમ્બર્સ માટે વોઇસ ચેટ્સ નામનું એક નવું ફીચર રજૂ રોલઆઉટ કર્યું છે. નવી સુવિધા યુઝર્સને ગ્રુપમાં વૉઇસ કૉલ દ્વારા ઑડિયો ચેટ કરવાની સુવિધા આપશે. હાલમાં આ ફીચર બીટા ટેસ્ટિંગ માટે રજૂ કરવામાં આવ્યું છે. કંપની ટૂંક સમયમાં તેને તમામ લોકો માટે રોલઆઉટ કરશે. ઉલ્લેખનીય છે કે  તાજેતરમાં જ WhatsAppએ એક નવું ફીચર એડમિન રિવ્યુ બહાર પાડ્યું છે, જે ગ્રુપ ચેટ્સને મેનેજ કરવામાં મદદ કરે છે.

વોટ્સએપના ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfoએ નવા ફીચર વિશે માહિતી આપી છે. WABetaInfo અનુસાર, WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે ગ્રુપ યુઝર્સને ગ્રુપમાં ઑડિયો ચેટ કરવાની મંજૂરી આપશે. હાલમાં તે WhatsApp બીટા વર્ઝન એન્ડ્રોઇડ 2.23.16.19 માટે રિલીઝ કરવામાં આવ્યું છે. ટેસ્ટિંગ પછી કંપની તેને અન્ય યુઝર્સ માટે પણ રિલીઝ કરી શકે છે.

વૉઇસ ચેટ આ રીતે કામ કરે છે

વોઈસ ચેટ ફીચરની મદદથી યુઝર્સને ગ્રુપમાં ઓડિયો કોલ કરવાની સુવિધા મળશે. આ પહેલા ગ્રુપ મેમ્બર્સને વીડિયો કોલની સુવિધા મળતી હતી. જો કે, તેની પણ મર્યાદાઓ છે, જેમ કે એક સમયે માત્ર 32 લોકો જ વીડિયો કૉલમાં જોડાઈ શકે છે. ફીચર ટ્રેકર અનુસાર, વોટ્સએપની કોલ પરની હાલની મર્યાદા વોઈસ ચેટ્સ પર પણ લાગુ થશે. એટલે કે એક સમયે માત્ર 32 ગ્રુપ મેમ્બર્સ જ તેમાં જોડાઈ શકશે.

એડમિન રિવ્યૂ ફીચર

આ ફીચર ગ્રુપ એડમિનની ગેરહાજરીમાં પણ ગ્રુપ મેસેજને મેનેજ કરવામાં મદદ કરશે. આ ફીચર ગ્રુપ મેનેજમેન્ટને વધારવા માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. ફીચર હેઠળ ગ્રુપ મેમ્બર્સને ગ્રુપ સેટિંગ્સમાં એડિટ ગ્રુપ સેટિંગ્સનો નવો વિકલ્પ મળશે. આ વિકલ્પની મદદથી ગ્રુપના સભ્યો કોઈપણ અયોગ્ય અથવા ખોટા મેસેજની જાણ કરી શકે છે. રિપોર્ટના આધારે, ગ્રુપ એડમિન પાસે મેસેજને દૂર કરવાનો અથવા સામગ્રીના આધારે યોગ્ય પગલાં લેવાનો અધિકાર હશે. આ ફીચરની મદદથી અશ્લીલ અને અન્ય સમાન મેસેજ અને કન્ટેન્ટને ગ્રુપમાં મોકલતા અટકાવી શકાય છે.

WhatsApp will let you play voice messages while reading other chats and  pause recording in new

નવા વોઈસ ચેટ ફીચર હેઠળ ગ્રુપમાં કોલ આઈકોનને બદલે યુઝરને નવા ગ્રુપ ઓડિયો કોલ આઈકોન જોવા મળશે. ગ્રુપના સભ્યો આ આઇકન પર ટેપ કરીને ઓડિયો ચેટ શરૂ કરી શકે છે. અન્ય ગ્રુપના સભ્યો પણ સમાન આઇકન પર ટેપ કરીને ઓડિયો કૉલમાં જોડાઈ શકશે. અન્ય ગ્રુપ કૉલ્સની જેમ, વૉઇસ ચેટમાં તમારા ફોનમાં રિંગ વાગશે નહી પરંતુ ગ્રુપ મેમ્બર્સને માત્ર પુશ નોટિફિકેશન મળશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button