ડીપનેક ડ્રેસમાં ન્યાસાનો સેંસુઅસ લુક

બોલીવુડમાં સ્ટારકિડ્સ હંમેશાની જેમ ચર્ચાનો વિષય રહે છે. 

આજકાલ એક સ્ટારકિડ સૌથી વધુ ટોકિંગ પોઇન્ટ છે અને તે છે 'ન્યાસા દેવગણ'. 

અજય દેવગણ અને કાજોલની લાડલી પોતાના ડ્રેસિંગ સેન્સ અને બેસ્ટ ફ્રેન્ડ ઓરહાન અવતરમણિને લઇને ચર્ચામાં છે. 

ન્યૂ યર પાર્ટીના કેટલાક ફોટોઝ અને વીડિયો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

તેમાં ન્યાસાની ફુલ ઓન મસ્તી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે ન્યાસા અને ઓરી એકબીજા સાથે કેટલા નજીક છે. 

તેવામાં ફરી એકવાર ઓરી અને ન્યાસાના રિલેશનશિપની ચર્ચાએ જોર પકડ્યુ છે.

એક ફોટોમાં ન્યાસા બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે.

આ ડીપ નેક ડ્રેસમાં તેનો લુક ખૂબ જ બોલ્ડ લાગી રહ્યો છે. સાથે જ તે ઓરીને હગ કરી રહી છે. 

ઓરી અને ન્યાસાનો એક ફોટો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.