ઘરે બનાવો હોટલ જેવી નાન રોટી, જાણો રેસિપી

હવે માત્ર પંજાબી શાક જ નહીં અન્ય શાક સાથે પણ સ્વાદ રસિયા નાન રોટી ખાય છે. તંદુરમાં બનેલી નાન ખાવામાં ખુબ સ્વાદિષ્ટ હોય છે.

​નાન રોટી

આજે અમે આપને જે ટિપ્સ બતાવવા જઈ રહ્યાં છે, તેનાથી આપ રેસ્ટોરેન્ટ જેવી નાન ઘરે જ બનાવી શકશો. માત્ર એટલું જ નહીં આપને તેમાં હોટલ જેવો સ્વાદ પણ મળશે.

​ઘરે બનાવો હોટલ જેવી નાન

નાન બનાવવી મુશ્કેલ નથી અને તેના માટે આપને તંદુરની પણ જરૂર નહીં પડે. તો ચાલો જાણીએ નાન બનાવવાની ખુબ જ સરળ રેસિપી.

​તવા પર બનાવો નાન

મેદો 2 કપ, બેકિંગ સોડા 1/2 ટી સ્પૂન, તેલ-1 ટી સ્પૂન, દહીં 1/4 કપ, ખાંડ 1 ટી સ્પૂન, અડધી ટી સ્પૂન તલ, બારીક કાપેલી કોથમીર અને સ્વાદઅનુસાર મીઠું. 

​નાન બનાવવા માટે સામગ્રી

સૌથી પહેલા બાઉલમાં મેદો લો અને તેમાં દહીં અને મીઠું તેમજ બેકિંગ સોડા અને ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.

​સ્ટેપ-1

બધુ મિક્સ કર્યા બાદ હુંફાળા પાણીથી મેંદાને સારી રીતે ગુંથી લો. નાન માટે લોટ બિલ્કુલ નરમ ગુંથો.

સ્ટેપ-2

હવે હાથ પર કોરો લોટ લઈને લુવા બનાવી લો. પછી તમામ લુવાને કપડાથી ઢાંકી દો અને એક-એક કરીને તેને વણવાનું શરૂ કરો.

સ્ટેપ-3

નાનને વણતી સમયે ધ્યાન રાખો કે તેને પાતળી નથી વણવાની, હળવા હાથે મોટી અને લંબગોળ આકારમાં વણવાની છે. રોટી પર પાણી છાંટીને તવા પર સેકો.

​સ્ટેપ-4

નાનને આછી ભૂરી થાય ત્યાં સુધી બંને તરફ સેકી લો. અને પછી તેના પર માખણ કે બટર લગાવીને ગરમા-ગરમ સર્વ કરો.

તૈયાર