અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાત)

અંબાલાલ પટેલ જ્યારે બિયારણની તપાસ કરવા ગામે ગામ ફરતા હતા ત્યારે તેમણે ખેડૂતોની વ્યથા સાંભળીને અને તેમને વરસાદની આગાહીને સમજવાની ઈચ્છા જાગી હતી. 

કઈ રીતે અંબાલાલ નિષ્ણાત બન્યા?

અંબાલાલ પટેલને શરુઆતમાં આગાહી કરવામાં નિષ્ફળતા મળી હતી પરંતુ તેમને હિંમત હારી નહીં અને ઊંડો અભ્યાસ કરીને આખરે સચોટ આગાહી કરતા થયા. 

શરુઆતમાં નિષ્ફળતા મળી

અંબાલાલ પટેલ હવે આગાહીમાં એક નિષ્ણાત તરીકેની નામના ધરાવે છે, તેઓ એક સરકારી કર્મચારી રહી ચૂક્યા છે અને તેને આ દરમિયાન આગાહી વિશે જાણવાની ઈચ્છા થઈ હતી.

અંબાલાલે બિયારણની તપાસ માટે ગયા ત્યારે 80ના દાયકામાં ખેડૂતને કપાસનો પાક બરાબર ના થયાનું કારણ જાણ્યું તો વરસાદ યોગ્ય ન હોવાનું જાણવા મળ્યું હતું. 

ખેડૂતની સમસ્યા જાણીને આગાહી કરતા શીખ્યા

અંબાલાલ પટેલે તાજેતરમાં આવેલા બિપોરજોય વાવાઝોડા અંગે 2-3 મહિના અગાઉ સચોટ આગાહી કરી દીધી હતી. 

વાવાઝોડાની આગાહી

આજે તેમની આગાહી સચોટ પડતી હોવાથી ખેડૂતો સતત ધ્યાનમાં રાખે છે કે અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે શું આગાહી કરી છે.

ખેડૂતોને થાય છે ફાયદો

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવા માટે જ્યોતિષ તથા ગ્રહો-નક્ષત્રોની મદદ લે છે. તેઓ પશુ-પક્ષીઓની ચેષ્ટા અને પવનની દિશા વગેરેના આધારે આગાહી કરે છે. 

આ વખતે ચોમાસું લાંબું ચાલવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે.

સારું ચોમાસું રહેવાની આગાહી