AAPના મહિલા નેતા રેશ્મા પટેલ લગ્નના બંધનમાં બંધાયા,તસવીરો સામે આવી

આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જૂનાગઢ રજિસ્ટ્રાર ઓફિસમાં ચિંતન સોજીત્રા સાથે લગ્ન કર્યા.

રેશ્મા પટેલે ગત ઓક્ટોબર 2022માં ગોંડના ચિંતન સોજીત્રા સાથે કરી હતી સગાઈ.

જૂનાગઢમાં કોર્ટ મેરેજ બાદ રેશ્મા પટેલના લગ્નની તસવીરો સામે આવી છે.

તેમણે લખ્યું છે કે,"સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે,સાચું સુખ તો ત્યારે આવે,ત્યારે આથમતી સાંજે હું થાકું ને તું હાથ આપે #જીવનસાથી,Feeling lots of love Got marriage with Chintan Sojitra" 

રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે અને અનામત આંદોલનથી જાણીતા બન્યા હતા.

રેશ્મા પટેલ 2017માં ભાજપમાં જોડાયા હતા. જ્યારે આ બાદ તેઓ NCPમાં જોડાઈને વિધાનસભાની પેટાચૂંટણીમાં લડ્યા હતા.

KalTak 24 News તરફથી નવા લગ્નજીવનની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવીએ છીએ..