મનોરંજન
Trending

બોલિવુડના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું 77 વર્ષે નિધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ

અમદાવાદ: પીઢ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale)નું 77 વર્ષની વયે પુણેમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યરને લીધે નિધન થયું છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી તેમની પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેમના નિધનથી થિયેટર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

વૈકુંઠ ધામ સ્મશાનગૃહમાં સાંજે 6 વાગ્યે અગ્નિસંસ્કાર કરાશે
ટૂંક સમયમાં તેમના અંતિમ સંસ્કાર માટે તેમના પાર્થિવ દેહને બાલગંધર્વ નાટ્ય મંદિરમાં રાખવામાં આવશે. તેથી, તેમના પાર્થિવ દેહને વૈકુંઠ ધામ સ્મશાનગૃહમાં સાંજે 6 વાગ્યે અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

હોસ્પિટલે 2:30 વાગે માહિતી આપી
છેલ્લા કેટલાક દિવસોથી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શુક્રવારે તેમની તબિયતમાં સુધારો થયો હતો. જો કે, આજે સવારે જારી કરાયેલા મેડિકલ બુલેટિન મુજબ તેમની તબિયત બગડી હતી. આખરે આજે બપોરે 2.30 વાગ્યે હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે વિક્રમ ગોખલેનું નિધન થયું છે.

1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત
વિક્રમ ગોખલેએ 1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. અભિનેતા ગોખલેએ ઘણી મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે,તેમની પહેલી ફિલ્મ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે હતી, જેનું નામ હતું પરવાના. વિક્રમ ગોખલે બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ'(1999) માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત અગ્નિપથ અને ખુદા ગવાહમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

2016માં નાટકોમાં કામ કરવાનું બંધ કર્યું
ફેબ્રુઆરી, 2016માં વિક્રમ ગોખલેને ગળાની તકલીફ થઈ હતી. આ જ કારણે તેમણે થિયેટર એક્ટિવિટી બંધ કરી દીધી હતી. જોકે, તેમણે ફિલ્મમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. ટેલિવિઝનમાં વિક્રમ ગોખલેએ પણ એક અલગ ઓળખ બનાવી હતી. દૂરદર્શન પર 1989થી લઈને 1991ની વચ્ચે આવનાર ફેમસ શો ‘ઉડાન’નો પણ ભાગ હતા.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button