- દરરોજ શેરડીનો રસ 10 ટન પ્રસાદી રૂપે પીરસાય છે
- વહેલી સવારે 4 વાગ્યાથી ભોજનની તૈયારી શરૂ થઈ જાય છે
Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ : વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીં દેશ-વિદેશના ભક્તો ઉમટી રહ્યા છે. વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતાં ભક્તો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઉત્સવ ગ્રાઉન્ડમાં 15થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.
આજે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનો બીજો દિવસ છે. અહીં લાખોની સંખ્યામાં દેશ-વિદેશના ભક્તો આવી રહ્યા છે. જેમના માટે ઉત્સવ ગ્રાઉન્ડમાં 15 વિશાળ ડોમમાં ભોજન સાત્વિક પીરસવામાં આવી રહ્યું છે. ભોજનાલયમાં 3 લાખ લોકો માટે સ્વયંસેવકો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે વહેલી સવારે 4 વાગ્યાથી તમામ સ્વયંસેવકો કામે લાગી જાય છે.
અહીં 15 ડોમમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં 2500-3000થી વધુ સ્વયંસેવકો સેવામાં જોતરાયા છે. લાખો લોકોની રસોઈ તૈયાર કરવા માટે 1200થી વધુ બહેને બે પાળીમાં માથે કેપ અને હાથમાં ગ્લોઝ પહેરીને શાકભાજી સુધારવાથી કરિયાણાની સાફ-સફાઈ (ચાળવું) જેવા કામની સેવા આપી રહ્યા છે.
અહીં મહોત્સવમાં આવતા લાખો લોકોની રસોઈ બનાવવા માટે 600થી વધુ રસોયા કામ કરે છે. આ ઉપરાંત 150 માણસોના સ્ટાફ ડિશોની સાફ સફાઈ કરે છે. તો ઉત્સવમાં શેરડીનો રસ દરરોજ 10 ટન પ્રસાદી રૂપે પીરસવામાં આવી રહી છે. અહીં લોકોને બે મિષ્ઠાન, ફરસાણ, દાળ-ભાત, રોટલી, બે શાક અને છાસ પીરસવામાં આવી રહ્યું છે.
લાખો લોકોની રસોઈ બનાવવા માટે અહીં દરરોજ નાસિકથી 50 ટન શાકભાજી આવે છે. જેમાં 10 હજાર કિલો દૂધી, 6 હજાર કિલો ટમેટા, 500 કિલો દાડમ, 200 કિલો વટાણા સહિતના શાકભાજી હોય છે. આ ઉપરાંત બટેકા અહીં ડીસાથી આવે છે અને શુદ્ધ ઘી અને સિંગતેલ વાપરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube