ભદોહી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે આ ઘટના ઔરાઈ શહેરમાં સ્થિત દુર્ગા પંડાલની છે. ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના અહેવાલ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે અમે પહેલાથી જ તમામ સાવચેતી રાખી હતી. પરંતુ આ આગ કેવી રીતે લાગી તે અંગે વિગતવાર માહિતી મેળવવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે પરંતુ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આગનું મુખ્ય કારણ પણ જાણી શકાશે. આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.