વિશ્વ
Trending

યુએસ પ્રમુખ જો બાઈડને ભારતને સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યું- ભારતની લોકશાહીનું સન્માન કરીએ છીએ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) ભારતને આઝાદીના 75 વર્ષ પર અભિનંદન પાઠવ્યા છે. એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત (America and India) અવિભાજ્ય મિત્રો છે. તેમણે કહ્યું કે બંને દેશો વૈશ્વિક પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત આજે આઝાદીની 75મી વર્ષગાંઠની (Azadi ka Amrit Mohotsav) ઉજવણી કરી રહ્યું છે, જે 1947માં બ્રિટિશ સંસ્થાનવાદી શાસનના અંતની ઉજવણી કરી રહ્યું છે.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત અને તેના લોકોને વિદેશમાંથી પણ અભિનંદન સંદેશો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ પણ અહીંના લોકોને ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે અને પોતાનો સંદેશ જારી કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય-અમેરિકનો સહિત વિશ્વભરના લોકો ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના શાશ્વત સંદેશ દ્વારા માર્ગદર્શિત, લોકશાહી યાત્રાનું સન્માન કરવા અમેરિકા ભારતના લોકો સાથે જોડાયું છે. ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરતા, તેમણે ભારતને અમેરિકાનું “આવશ્યક ભાગીદાર” ગણાવ્યું.

લોકતંત્રની રક્ષા માટે સાથે મળીને કામ કરશે

બાઇડેને કહ્યું કે, અમેરિકા અને ભારત “આવશ્યક ભાગીદારો” છે. બંને દેશો આગામી વર્ષોમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. બાઇડેને ભારતની સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ભારત મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના કાયમી સંદેશ દ્વારા માર્ગદર્શન આપે છે. અમેરિકા ભારતના લોકો સાથે તેમની લોકશાહી યાત્રાના સન્માનમાં સામેલ છે. બાઇડેને કહ્યું કે, યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારી કાયદાના શાસન અને માનવ સ્વતંત્રતા અને ગૌરવને પ્રોત્સાહન આપવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. ભારતીય-અમેરિકન સમુદાયે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને વધુ નવીન, સમાવેશી અને મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે.

એન્ટની બ્લિંકને પણ શુભેચ્છા પાઠવી
આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આ વર્ષ બંને દેશો માટે ખાસ અર્થપૂર્ણ છે કારણ કે આપણે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી વ્યૂહાત્મક ભાગીદારી આબોહવાથી લઈને વેપાર સુધી જીવંત છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે, બે મહાન લોકશાહી તરીકે અમારી ભાગીદારી અમારા લોકોની સુરક્ષા અને સમૃદ્ધિ અને વૈશ્વિક ભલાઈમાં યોગદાન આપતી રહેશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button