ગુજરાત
Trending

સુરતના આર્કિટેક એન્જિનિયરે 7200 ડાયમંડથી તૈયાર કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અનોખું પોટ્રેટ,જન્મદિવસે ગીફ્ટમાં આપવાની છે ઈચ્છા

PM Modi Diamond Portrait News: આગામી 17 સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ, સુરતના આર્કિટેકે 7200 ડાયમંડથી તૈયાર કર્યું અનોખું પોટ્રેટ

PM Modi Birthday Diamond Portrait Gift in Surat: 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો 73 મો જન્મ દિવસ ઉજવશે. સુરતમાં પ્રધાનમંત્રીના એક ફેને 7200 જેટલા હીરાથી તેમનું પોર્ટ્રેટ બનાવ્યું છે. આ પોર્ટ્રેટ તેઓ પ્રધાનમંત્રી ને ભેટ આપવા ઈચ્છે છે. વિપુલ જેપી વાલા દ્વારા બનાવવામાં આવેલા આ પોટ્રેટને તેઓ જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ કરવા ઈચ્છવી રહ્યા છે. જો તેઓ જાતે ન પહોંચી શકે તો આ પોર્ટ્રેટ પણ તેમને પહોંચાડવાની ઈચ્છા છે.

ડાયમંડને ચોંટાડવા ખાસ પ્રકારના ગમનો ઉપયોગ કરવામાં આવ્યો.

આર્કિટેક્ટની મોદીને વિશેષ ભેટ આપવાની ઈચ્છા

સુરતના વિપુલ જે પી વાલા વ્યવસાયે આર્કિટેક એન્જિનિયર છે. વિપુલ જે પી વાલા અત્યાર સુધીમાં અનેક લોકોના ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે સેવા આપી ચૂક્યા છે. પરંતુ થોડા સમયથી તેમને કંઈક અલગ કરવાની ઉત્કંઠા મનમાં જાગી અને તેમણે અલગ પ્રકારના પોર્ટ્રેટ બનાવવાના શરૂ કર્યા. નોંધનીય છે કે, PM મોદીના ઝરીમાંથી વિવિધ પ્રકારના પોર્ટ્રેટ તેમણે બનાવ્યા છે.

Surat News 03

ડાયમંડ નગરી સુરતનો જરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત છે. આ જરીથી આર્કિટેક એન્જિનિયર વિપુલ જે પી વાલાએ પ્રધાનમંત્રીના 9 થી વધુ કોટરેટ તૈયાર કર્યા હતા. પ્રધાનમંત્રીના કોન્ટ્રાક્ટ તૈયાર કરીને તેમને ભેટ આપવાની તેમની ઈચ્છા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસમાં જન્મદિવસ આવે છે. 17મી સપ્ટેમ્બરે દેશમાં અને વિશ્વમાં વસતા ભારતીય દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીની જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરતના આ કલાકારને પણ કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ.

સાડા ત્રણ મહિનાનો સમય થયો

આમ તો સુરત વિશ્વમાં ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત બન્યું છે. ત્યારે વિપુલભાઈને પણ ડાયમંડથી પ્રધાનમંત્રીની પોર્ટ્રેટ તૈયાર કરવાની ઈચ્છા થઈ હતી. વિપુલ જેપી વાલા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પોર્ટ્રેટ બનાવતા આશરે સાડા ત્રણ મહિનાનો સમય થયો. આને બનાવવા માટે વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળ માટે સફેદ કલર, ચહેરા માટે સ્કીન કલર અને સૂટ માટે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પોર્ટ્રેટમાં 7200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો.

PM મોદીના જન્મદિવસે આપવા માંગે છે ગિફ્ટ 

આ ડાયમંડને ચોટાડવા માટે ખાસ પ્રકારના ગમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયમંડ લાંબો સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેથી આ પોર્ટ્રેટમાં 7200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિપુલ જેપીવાલા દ્વારા બનાવવામાં આવેલા આ પોર્ટ્રેટને તેઓ જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ કરવા ઈચ્છી રહ્યા છે. જો તેઓ જાતે ન પહોંચી શકે તો આ પોર્ટ્રેટ તેમને પહોંચાડવાની ઈચ્છા છે.

 

આ પણ વાંચો :-

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button