ગુજરાતપોલિટિક્સ
Trending

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની અનોખી પહેલ ! શ્રમિકોને પાણી પીવડાવી અને સાલ ઓઢાડી સન્માન કર્યું.

Surat: સુરતના કામરેજ ચાર રસ્તા પાસે ચોમાસા દરમ્યાન પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા છે જેને લઈને અહી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ હાલમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં પણ અહી શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા આ દરમ્યાન અહી શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા(praful pansheriya)એ વિઝીટ લધી હતી અને ગરમીમાં પણ કામગીરી કરતા શ્રમિકોને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું, બીજી તરફ મંત્રીએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને કાર્યકરોનો વિવિધ રજૂઆતો પણ સાંભળી હતી.

 

 

સુરતના કામરેજ ચાર રસ્તા પાસે પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા છે. ચોમાસા દરમ્યાન અહી સર્વિસ રોડ તેમજ આસપાસની ૨૦ જેટલી સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હતી. દરમ્યાન અહી હાલમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઇ રહી છે. એક તરફ હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને અંગદઝાડતી ગરમી પડી રહી છે ત્યારે આવી ગરમીમાં અહી શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા. આ દરમ્યાન શિક્ષણમંત્રી પ્રફુલ ભાઈ પાનસેરિયાએ અહી વિઝીટ કરી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેઓએ જોયું હતું કે હાલમાં ખુબ જ ગરમી પડી રહી છે તેમ છતાં પણ અહી શ્રમિકો કામગીરી કરી રહ્યા છે જેને લઈને તેઓએ અહી કામ કરતા તમામ શ્રમિકોનું સન્માન કર્યું હતું. તેઓએ સાલ ઓઢાડી અને પાણીની વ્યવસ્થા કરી તમામ શ્રમિકોનું સન્માન કર્યું હતું. ઓ બીજી તરફ શિક્ષણમંત્રીની આ અનોખી પહેલને લોકોએ બિરદાવી હતી.

પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે બપોરનો સમય છે હાલમાં ગરમી ખુબ જ પડી રહી છે. આવી ગરમીમાં પણ શ્રમિકો અહી કામગીરી કરી રહ્યા છે. દેશનો વિકાસ આપણે જોઈ રહ્યા છે પરંતુ તેની પાછળ આવી માતાઓ, આવી બેહનો અને આવા ભાઈઓ દિવસ રાત મહેનત કરે છે ત્યારે એ વિકાસ આપણે પ્રાપ્ત કરતા હોય છે. પીએમ નરેન્દ્ર ભાઈ મોદીની પણ એ સંવેદના છે કે અંત્યોદય સુધી પ્રત્યેક વ્યક્તિને સન્માન મળે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મારા દેશના વિકાસમાં આવા હજારો નહી લાખો લાખો પરિવાર કામગીરી કરતા હોય ત્યારે તેઓનું સન્માન કરવાનો મોકો મળ્યો છે તેનો મને ગર્વ છે. હું આ લોકોનું સન્માન કરતા હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું.

મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કામરેજ ભાજપના કાર્યાલય ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી હતી,બેઠકમાં વિવિધ વિકાસના કર્યો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જ કામરેજ વિધાન સભા મત વિસ્તારના મતદારોએ પણ મંત્રી પ્રફુલ પાનશેરીયા ની મુલાકાત લીધી હતી અને મંત્રીને વિવિધ પ્રશ્નો બાબતે અવગત કરાવ્યા હતા,લોકોની રજૂઆત સાંભળી મંત્રી પ્રફુલ પાનશેરિયા એ રજૂઆતનો જલદીમાં જલદી નિકાલ કરવા ખાતરી આપી હતી.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button