Uncategorized
Trending

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતની અનોખી પહેલ: માનસિક તણાવ દુર કરવા દરરોજ 1 વ્યક્તિને હસાવવા યુવાનોને આપ્યો ટાસ્ક

  • જીંદગી જંગ નહિ પણ સફર છે,તેને વિસ્મયતાથી માણો..- થર્સ-ડે થોટ્સ
  • વર્તમાન સમયે માનસિક તણાવ ને,રોકવાની જરૂર છે.–કાનજીભાઈ ભાલાળા
  • જીવનમાં કંઇક મેળવવા માટે કંઇક,છોડવુ પડે – નિતીન સાવલિયા, પૂર્વ ડે. કલેકટર

Surat News: વર્તમાન સમયે માનસીક તણાવ અને ડીપ્રેશનમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોને નવો વિચાર આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે જમનાબા ભવન ખાતે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું નિયમિત આયોજન થાય છે. ગુરુવારના ૩૪માં વિચારના વાવેતર કાર્યક્રમમાં “જીંદગી જંગ નહી પણ સફર છે તેને વિસ્મયતાથી માણવી જોઈએ”. તેવો વિચાર આપતા વધુમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતુ કે, આર્થીક પારિવારીક અને આરોગ્યના પ્રશ્નો માણસ સામે મોટા પડકારો છે. લોકો માનસિક રીતે વધુ થાકેલ હોય તેવું લાગે છે.

ડીપ્રેશનના કારણે લોકો આત્મહત્યા કે સામુહિક આત્મહત્યા કરે છે તે ચિંતાજનક છે, માણસ પ્રશ્નો સામે જંગ લડે છે. અને થાકે ત્યારે નિરાશ થાય છે. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનમાં પખવાડીયામાં ૨૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. આ બાબતની ચિંતા વ્યક્ત કરી માનસિક તણાવને રોકવા અપીલ કરવામાં આવી હતી.

દાતા ટ્રસ્ટીશ્રી અને અનમોલ ગ્રુપના શ્રી બાબુભાઈ રાદડિયાએ આગળના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, નાણાકીય આયોજન ઉપરાંત કમાણી સાથે સદભાવના વધે તો જ જીવન સાર્થક થાય છે. ટીમ-૧૦૦ ના શ્રી હાર્દિકભાઈ ચાંચડ સહીત સભ્યો થર્સ-ડે થોટ્સનું સુંદર આયોજન અને સંચાલન કરી રહ્યા છે.

WhatsApp Image 2023 11 02 at 16.48.44 5d992587

દરરોજ ૧ વ્યક્તિને હસાવવા આપ્યું ટાસ્ક:

વિચારોના વાવેતર કાર્યક્રમમાં યુવાનોને ટાસ્ક આપતા જણાવ્યું આવ્યું હતું કે, દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને હસાવવા અને સાંજે દિવસના સારા ૧૦ અનુભવો લખવાની ટેવ પાડવાનું કહ્યું હતું, તેનાથી નકારાત્મક વાતાવરણ દુર થશે. કોઈની પ્રશંસા કરવાથી વધુ ફાયદો આપણ ને જ થાય છે. તેની નોંધ સાથે હકારાત્મક વિચારો કેળવવા દિશા આપવામાં આવી હતી.

WhatsApp Image 2023 11 02 at 16.48.45 f713518c

નવા દાતાટ્રસ્ટીનું કરાયું અભિવાદન:

જમનાબા ભવન નિર્માણ કાર્યમાં દાતાશ્રીઓ તરફથી માતબર દાનના સંકલ્પો થયા છે. થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં ગુરુવારે નિકસન ટેકનોલોજીના ફાઉન્ડર ડૉ. સંજયભાઈ વશરામભાઈ રાજાણી એ દાતાટ્રસ્ટી બનવા સંકલ્પ કરતા તેનું અભિવાદન કરવામાં આબ્યું હતું. ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ભવન, અતિથીગૃહ, પાટીદાર ગેલેરી, કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ અને અનેકવિધ સુવિધાઓનું નિર્માણકાર્ય શરૂ છે તેની સાથે લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે.

WhatsApp Image 2023 11 02 at 16.48.44 aef9d6cb

૬૬મો સમુહલગ્ન સમારોહના શ્રી રમેશભાઈ ગજેરા તરફથી મળ્યું ખર્ચનું સૌજન્ય:

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૫/૦૨/૨૦૨૪ ના રોજ ૬૫માં સમુહલગ્ન સમારોહનું આયોજન છે. તેનું સંપૂર્ણ સૌજન્ય એસ.આર.કે ના શ્રી જયંતીભાઈ વી. નારોલા પરિવાર તરફથી છે. હવે, ૨૦૨૫ માં યોજાનાર ૬૬માં સમૂહલગ્ન સમારોહનું સંપૂર્ણ સૌજન્ય ભક્તિ ઇન્ટરનેશનલ ગ્રુપના શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા (જામકંડોરણા) પરિવાર તરફથી જાહેરાત થઈ છે. તથા જમનાબા ભવન નિર્માણ કાર્યમાં માતબર દાન આપવાના સંકલ્પ બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, બે વર્ષ એડવાન્સમાં દાન નોંધાવનાર રમેશભાઈ ગજેરા તથા અલ્પેશભાઈનું ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા દાતાટ્રસ્ટી ભીમજીભાઈ પરણાવાળા, શ્રી હરિભાઈ કથીરીયા અને શ્રી ભવાનભાઈ નવાપરા એ અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા