પોલિટિક્સ
Trending

Amit Shah Visit Gujarat: આજે સાંજે ગુજરાત આવશે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ,જાણો સમગ્ર કાર્યક્રમ

ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જાણો સમગ્ર કાર્યક્રમ આ અહેવાલમાં

  • આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે
  • અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
  • વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

Gandhinagar News: ભારતના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ (Amit Shah) આજે ગુજરાત આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે. શનિવારે 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં સાત જેટલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ આજ સાંજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ-RSS ચીફ મોહન ભાગવત પણ હાલમાં અમદાવાદમાં છે. આથી આ બંને વચ્ચેની મુલાકાતની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

ઔડાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાપર્ણ કરશે
ગૃહમંત્રી અમિત શાહ સૌથી પહેલા સરખેજ વોર્ડના ઓફાફ તળાવનું, ત્યારબાદ થલતેજ વોર્ડના ભાડજ ગામનું ગામ તળાવનું, ગોતાના ઓગણજના તળાવનું પછી 11 કલાકે ચાંદલોડીયાના જગતપુર ગામનું તળાવનું ખાતમુર્હૂત કરશે. આ ત્રણેક કાર્યક્રમમાં તેઓ સ્થળ ઉપર રૂબરૂ જશે. આ ત્રણ તળાવો બાદ ચાંદલોડિયા વોર્ડના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાપર્ણ કરશે.

Amit Shah Visit Gujarat

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ રહેશે હાજર
ત્યાર બાદ ત્રાગડ ગામ તળવા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાપર્ણ કરશે. અમદાવાદના આ કાર્યક્રમો બાદ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના પાલજ એરપોર્સ સ્ટેશન સામે આવેલા રાષ્ટ્રીય ફાર્માસ્યૂટિ કલ શિક્ષણ અને સંશોધન સંસ્થા- નાઈપરના નવા ભવનનું લોકાપર્ણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા