ટેકનોલોજી
Trending

એલોન મસ્કએ દુનિયાની આપ્યો ઝટકો!,અનેક દિગ્ગજોના Twitter Blue Tick ગાયબ

Celebs Twitter Blue Tick: એલન મસ્કે (Elon Musk) જ્યારથી ટ્વિટર ખરીદ્યુ છે ત્યારથી તે દરરોજ કોઈના કોઈ બાબતોના કારણે સમાચારોમાં છે. આજે ટ્વિટર પર બ્લૂ સબ્સક્રિપ્શન ન લીધું હોય તેવા તમામ એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લેવામાં આવ્યું છે. ટ્વિટરે હવે વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી Blue Ticks હટાવવાનું શરૂ કરી દીધું છે. 21 મી એપ્રિલની તારીખ શરૂ થતાની સાથે જ અનેક સેલિબ્રિટીઓના પર્સનલ એકાઉન્ટમાંથી Blue Tick ગાયબ થઈ ગઈ છે. વ્યક્તિગત એકાઉન્ટ્સ માટે Twitter દ્વારા પહેલાથી જ આપવામાં આવેલ ફ્રી Blue Tick વેરિફિકેશનની લેગેસી દૂર કરવામાં આવેલ છે. હવે પર્સનલ એકાઉન્ટ પર Blue Tick ચાલુ રાખવા માટે એક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં, ટ્વિટર ફક્ત તે જ એકાઉન્ટ્સમાંથી Blue Tick હટાવી રહ્યું છે જેમાંથી ચુકવણી પ્રાપ્ત થઈ નથી.

જેથી ઈન્ડિયાની સેલિબ્રિટિઝ જેવી કે વિરાટ કોહલી, શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકરના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક ગાયબ થઈ ગઈ છે. ટ્વિટરના નવા CEO એલન મસ્કે સ્પષ્ટ કર્યું હતું કે હવે યૂઝર્સને બ્લૂ ટિક (Blue Ticks) માટે પૈસા ચૂકવવા પડશે.

ટ્વિટર તે બ્લુ વેરિફિકેશન બેચને લેગસી બ્લુ ટિક કહેતું હતું, જે મસ્ક દ્વારા ટ્વિટર બ્લુ સેવા શરૂ થાય તે પહેલા જ બ્લુ ટિક મળી ચૂકી હતી. જૂની સિસ્ટમમાં, ટ્વિટર સેલિબ્રિટી, જાહેર વ્યક્તિઓ અને વિવિધ ક્ષેત્રના મોટા નામોને કોઈપણ વધારાની ચુકવણીની માંગ કર્યા વિના વેરિફિકેશન બેઝ આપતું હતું. આ રીતે નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ સેલિબ્રિટીનું અસલી એકાઉન્ટ ઓળખી શકાય અને તેના નામે ઘણા ફેક એકાઉન્ટ ન બનાવી શકાય, પરંતુ હવે વેરિફિકેશન માટે પૈસા ચૂકવવા પડશે.

આ સેલેબ્રિટિઝના એકાઉન્ટમાંથી હટી ગઈ બ્લૂ ટિક 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

CM Yogi Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

Rahul Gandhi Twitter

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 

Nitish Kumar Twitter

 

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના 

M K Stalin Twitter

શાહરૂખ ખાન

1(9)

સલમાન ખાન  

2(4)

MS ધોની

5

વિરાટ કોહલી 

kohali 7

 

આ સેલિબ્રિટિઝના બ્લૂ ટિક ગાયબ
બોલિવૂડ જગતના જે નામો તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થઈ ગયા છે તેમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવા નામ સામેલ છે. બીજી તરફ રાજકારણ સાથે જોડાયેલા નામોની વાત કરીએ તો યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા મોટા નામોના ખાતા પર પણ હવે બ્લુ ટિક દેખાતું નથી. સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સાયના નેહવાલ, સાનિયા મિર્ઝા, રોહિત શર્મા અને સૌરભ ગાંગુલી જેવા ખેલ દિગ્ગજો પણ હવે ટ્વિટર બ્લુ ટિક વગરના છે.

પહેલા શું હતી ટ્વીટરની પોલિસી? 
ટ્વીટર પહેલા રાજનેતાઓ, અભિનેતાઓ, પત્રકારો સહિત ફેમસ હસ્તિઓના એકાઉન્ટ્સ પર બ્લૂ ટિક આપતું હતું. માટે કોઈ ચાર્જ ન હતો આપવો પડતો, પરંતુ એલન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ કંપનીમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. 

શું છે બ્લૂ ટિક પેટ સર્વિસ? 
હકીકતે ટ્વીટરે પેડ બ્લૂ ટિક સર્વિસ શરૂ કરી છે. શરૂઆતમાં તેને અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવી. ત્યાર બાદ ભારતમાં પણ તેની શરૂઆત કરવામાં આવી. તેના હેઠળ જે લોકો આ સર્વિસ માટે ચુકવણી કરે છે. તે જ પોતાના એકાઉન્ટ્સ પર બ્લૂ ટિક લઈ શકશે. 

હલે કઈ રીતે મળશે બ્લૂ ટિક? 
જો કોઈ યુઝર બ્લૂ ટિક ઈચ્છે છે અથવા પહેલાથી મળેલી બ્લૂ ટિકને યથાવત રાખવા માંગે છે. તો તેને ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન લેવાનું રહેશે. ભારતમાં ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન 650 રૂપિયાથી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે આ 900 રૂપિયા પ્રતિ મહિના છે. 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button