હાલ ગુજરાતમાં માત્ર એક જ વાત ચાલી રહી છે અને તે છે મેહુલ બોઘરા. હાલમાં જ સુરતમાં મેહુલ બોઘરા પર પોલીસ અને ટીઆરબી દ્વારા કરવામાં આવેલા હૂમલા બાદથી રાજકારણમાં પણ હાલ મેહુલ બોઘરા ચર્ચાનો વિષય છે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ તમામ લોકો મેહુલ બોઘરાની પડખે ઉભા છે. આ ઉપરાંત મેહુલ બોઘરા પોતે પણ એક વકીલ હતો જેના કારણે સમગ્ર વકીલ કોમ્યુનિટી પણ તેની પડખે ઉભી છે.
મળતી માહિતી અનુસાર આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી TRB જવાનને સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. અને સાજનને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં સાજન ભરવાડના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તે સમયે વકીલો અને સાજનના સમર્થકો સામસામે આવી ગયા હતા જેથી બંને સમૂહો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વકીલોએ સાજન ભરવાડ હાય હાયના નારા લાગાવ્યા હતા. જ્યારે સાજ્ન ભરવાડના સમર્થકોએ સાજનભાઈ જીંદાબાદના નારા લગાવ્યા હતા. જેને લઈને કોર્ટ પરિસરનો માહોલ ગરમાયો હતો.
જુઓ વિડિયો
સાજન ભરવાડની પડખે તેનો સમાજ ઉભો છે
આ ઉપરાંત તેના પર હુમલો કરનારા વ્યક્તિ સાજન ભરવાડ પણ હવે તેની પડખે તેનો સમાજ ઉભો રહી ગયો છે. જેના કારણે હાલ તડા પડી ચુક્યાં છે. કોર્ટમાં જ્યારે સાજન ભરવાડને હાજર કરવામાં આવ્યો ત્યારે મેહુલ બોઘરાના સમર્થકો અને વકીલોએ સાજન ભરવાડની હાય હાયના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ સાજન ભરવાડના સમર્થકો પણ સાજન ભરવાડ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. જેના કારણે બંન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું.
બંન્ને પક્ષના સમર્થકો સામસામે ઉગ્ર બન્યા
બંન્ને પક્ષો વચ્ચે ઉગ્ર વાતાવરણ એટલુ બન્યું કે એક સમયે તો ઝપાઝપી સુધી મામલો પહોંચ્યો હતો. જો કે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. બંન્ને પક્ષના સમર્થકોને જુદા પાડ્યા હતા. જો કે કોર્ટ પરિસરમાં કોઇ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. વકીલો અને ભરવાડના સમર્થકો એકબીજાની સામસામે આવી ગયા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ