જ્યોતિષ
Trending

આજનું રાશિફળ : આ રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- હંમેશા રહે છે વિષ્ણુ ભગવાનની કૃપા

Horoscope Today 13 October 2022, Daily Horoscope:13 ઑક્ટોબર 2022 ,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ:
દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભ રાશિ:
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્નિ સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુન રાશિ:
સ્વભાવમાં જુદ્દીપણું બધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય, પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારું રહે.

કર્ક રાશિ:
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદી કરવાના યોગ બને છે. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુખ-મિલકત સુખમાં વૃદ્ધિ. નાણાંકીય વ્યવહારોમાં લાભ.

સિંહ રાશિ:
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પુરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યા રાશિ:
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલા રાશિ:
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિક રાશિ:
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જ‍ળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાવચેતી જરૂરી. હરિફોને શીકસ્ત આપી શકો.

ધન રાશિ:
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઈ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિદ્ધિ શક્ય બને.

મકર રાશિ:
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાનસુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભ રાશિ:
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીન રાશિ:
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ. વૈવાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવાથી સાચવવું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button