May 18, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

rashifal19

Horoscope Today 19 October 2022, Daily Horoscope:19 ઑક્ટોબર 2022 ,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ:
માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા-પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારક પુરવાર થાય.

વૃષભ રાશિ:
દિવસ દરમિયાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન રાશિ:
આર્થિક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ.

કર્ક રાશિ:
માનસિક ચંચળતા વધે. દિવસ દરમિયાન પ્રફૂલ્લિત રહી શકાય. જીવનસાથી સાથે મધુરતા વર્તાય. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. આરોગ્યનો સાથ મળશે.

સિંહ રાશિ:
માનસિક રીતે ચિંતાના વાદળો ઘેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ. પરિવારના સ્ત્રીવર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદ્‍ભ‍વે અથવા એમાં વધારો થાય. શરદી-ખાંસી, તાવથી સાચવવું.

કન્યા રાશિ:
દિવસ દરમિયાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથ સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય.

તુલા રાશિ:
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઈ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ. નોકરીમાં શાંતિ તથા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક રાશિ:
આદ્યાત્મિકતામાં વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતાં આવક જળવાય. આરોગ્ય સારું રહેશે. ટાયર, ટ્યુબ, કલર, કેમિકલ તથા કાપડ, અનાજના ધંધામાં લાભ.

ધન રાશિ:
થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઈજાથી સાવધ રહેવું. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકર રાશિ:
તર્કશક્તિમાં વધારો થાય. દયાની ભાવના વધે. જ્યોતિષિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ. કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં સાવધાની જરૂરી.

કુંભ રાશિ:
નિર્ણય શક્તિમાં વધારો થાય. ધંધાકીય ક્ષેતરે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શક્યતા છે.

મીન રાશિ:
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઊભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

આજનું રાશિફળ : આ 8 રાશિના જાતકો પર રહેશે વિષ્ણુ ભગવાનની અસીમ કૃપા,વાંચો તમારું રાશિફળ

Sanskar Sojitra

આજનું રાશિફળ/ 08 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 24 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય,સિંહ,કન્યા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team