Ahmedabad Rath yatra 2023: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયુ છે.રથયાત્રા(Ratha Yatra)ના આગલા દિવસે એટલે આજે સોમવારે ભગવાન જગન્નાથજી (Lord Jagannath) સોનાવેશ ધારણ કરે છે. નોંધનીય છે કે, વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ(sona vesh) ધારણ કરે છે.ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે.
ગુલાબી વાધા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દૈદિપ્યમાન લાગી રહ્યું છે. યજમાનોએ પ્રભુના સોનાવેશની પૂજા કરી હતી. આજ સવારથી જ પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં ભક્તોઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
આપને જણાવીએ કે, સોના વેશમાં આજે મયુર જેવી ડિઝાઇનના ઘરેણાં બનાવવામાં આવ્યા છે. જગન્નાથનો રથ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં નવા લુકમાં જોવા મળશે. રથયાત્રા પૂર્વ આજે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરવામાં આવશે. આ વખતે 72 વર્ષ જૂના રથોને પૂરી જેવો રથનો લુક આપવામાં આવ્યો છે. જે રથ પર બિરાજમાન થઈને ભગવાન નગરચર્યા પર નિકળવાનાં છે તે રથનો નવો લુક રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવશે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ