ગુજરાત
Trending

જૂનાગઢ: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત 10 લોકોની ભેંસાણ પોલીસે કેમ કરી ધરપકડ, જાણો ફરી શું થયો વિવાદ?

  • ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ભેંસાણમાં ધરપકડ 
  • યુવકને માર મારવા સાથીદારો સાથે પહોંચી હતી ભેંસાણ
  • તમામની ધરપકડ કરવા સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી

જૂનાગઢ: ટિક ટોક સ્ટાર(Tik Tok Star) કીર્તિ પટેલ(Kirti Patel) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સુરતથી ભેંસાણના એક પરિવારને મારવા માટે પોતાની ગેંગ સાથે નીકળેલી કીર્તિ પટેલને પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ કોમેન્ટથી શરૂ થયેલા આ વિવાદમાં મામલો આટલે સુધી પહોંચતા પોલીસના હસ્તક્ષેપ બાદ કીર્તિ પટેલ અને તેના 10 સાથીઓની પોલીસે ધરપકડ કરી છે.

ભેંસાણમાં જમન ભાયાણીના ઘરે જઈ રહી હતી કીર્તિ પટેલ
ઘટનાની વિગતો મુજબ, કીર્તિ પટેલ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર અશોભનીય વીડિયો બનાવી મૂકવા પર ભેંસાણના જમન ભાયાણીએ કમેન્ટ કરી હતી. જેથી કીર્તિ પટેલે વીડિયો બનાવી જનમ પટેલને અપશબ્દો કહીને માર મારવાની ધમકી આપી હતી. જે બાદ જમન પટેલે પણ કીર્તિ પટેલને મારી નાખવાની ધમકી આપી હતી. આથી ઉશ્કેરાઈને કીર્તિ પટેલ પોતાના 10 જેટલા સાથીઓ સાથે સુરતથી ભેંસાણ જવા નીકળી હતી. જોકે રસ્તામાં જ પોલીસે તમામને રોકીને તેમની અટકાયત કરી હતી.

(ધરપકડ સમયની તસવીર)
(ધરપકડ સમયની તસવીર)

પોલીસના પણ સામે પડી કીર્તિ પટેલ
કાયદા મુજબ મહિલાઓને રાત્રે લોક અપમાં ન રાખી શકાય માટે કીર્તિ પટેલને જામીન પર છોડી નજરબંધ રખાઈ હતી. ગત સાંજે બનેલી ઘટનાને પગલે નજર કેદ રખાયેલી કીર્તિ પટેલની આજે સવારે ધરપકડ કરી હતી. પોલીસે કીર્તિ પટેલની ગાડી રોકી ભેંસાણ જતી અટકાવતા ઉશ્કેરાઈ ગયેલી કીર્તિ પટેલે પોલીસ સાથે લડાઈ કરી અને બેફામ શબ્દો બોલ્યા હતા. ખાસ વાત તો એ છે કે જમન ભાયાણી એ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના સંબંધી થાય છે, ત્યારે ભૂપત ભાયાણીના ધારાસભ્યના ઈશારે કીર્તિ પટેલે પોતાની અટકાયત કરાતી હોવાના આક્ષેપો મૂક્યા હતા.

શું છે મામલો

ભેસાણના નવા બસ સ્ટેશન સામે રહેતા જમનભાઈ ભાયાણી વિરુદ્ધ કીર્તિ પટેલ ઘણા સમયથી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી માંથી બેફામ વાણી વિલાસ કરતી હતી. તેમજ જમનભાઈ ભાયાણીને વીડિયોના માધ્યમથી ભૂંડી ગાળો આપીને માર મારવાની ધમકી આપતી હતી. કીર્તિ પટેલ સાગરીતો સાથે ભેસાણ આવી પહોંચતા ભેસાણ પોલીસ અને એલ.સી.બી.એ કીર્તિ પટેલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા. અજમનભાઈની ફરિયાદ લઈને પોલીસે કીર્તિ પટેલ (સુરત) , અજય મંગુ જેબલીયા (સુરત) ,અવનીક ભરત વધાસીયા (સુરત) ,ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા) , જીતેન્દ્રસિંહ રાઠોડ ( અમદાવાદ) , જતિન લાઠીયા (સુરત), વૈશાખ અરવિંદ રફાળીયા (સુરત) , યશ વિપુલભાઈ મુજપરા (સુરત) , સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા (સાણંદ), જયદિપ લાઠીયા (સુરત) વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચીને મારી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરીને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button