Aravalli News: અરવલ્લીના મોડાસામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા છે. હાલ મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતાં ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આખી ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ખાખ થઈ ગયાં હતાં.
#WATCH Gujarat: A truck caught fire near Bamanwad, in the Aravalli district. Several fire tenders are present on the spot. More details are awaited. pic.twitter.com/vmkYsJrfE3
— ANI (@ANI) October 9, 2023
તો રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અરવલ્લીના મોડાસામાં ટ્રકમાં લાગી ભીષણ આગ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની બે ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.
ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. વીજ તંત્રએ વીજ લાઈનને બંધ કરી તો ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે આગમાંથી મૃતકોના ભડથું થયેલા મૃતદેહના અવશેષો બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગેની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર એક બાળક અને બે પુરુષોના મોત નિપજ્યાં છે. જ્યારે 150થી વધારે ઘેટાં-બકરાના પણ મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube