May 20, 2024
KalTak 24 News
Gujarat

Breaking News: પૂર્વ IPS અને ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા,પત્નીને બંધક બનાવી દાગીના અને રોકડ રકમ આચરી લૂંટ

Bhiloda MLA PC Baranda House Robbery
  • ભિલોડાના MLA પી.સી.બરંડાના ઘરે લૂંટ 
  • પત્નીને ઘરમાં જ બંધક બનાવી કરાઈ લૂંટ 
  • સોના-ચાંદી અને રોકડની લૂંટ ઇસમો ફરાર

Bhiloda MLA PC Baranda House Robbery : ગુજરાતમાં વધી રહેલા તસ્કરો(Thieves)ના ત્રાસથી હવે ધારાસભ્ય(MLA)નું ઘર પણ સુરક્ષિત રહ્યું નથી.રાજ્યના પૂર્વ SP અને ભિલોડા(Bhiloda) ના ધારાસભ્ય પી.સી બરંડાના (PC Baranda)ના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઇસમોએ લૂંટ ચલાવી હોવાની ઘટનાને લઈ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા ઇસમોએ ધારાસભ્યના ગામડે આવેલ ઘરમાં ઘૂસી તેમની પત્નીને ઘરમાં જ બંધક બનાવી અને લૂંટ કરી હતી. આ તરફ હવે ઘટનાની જાણ થતાં MLA અને SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

ભિલોડાના MLAના ઘરે ચોરી
પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી (Aravalli) જિલ્લાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ IPS અધિકારી અને હાલમાં ધારાસભ્ય પી.સી બરંડાના મેઘરજના વાકાટીંબા ગામમાં આવેલા ઘરે લૂંટની ઘટના બની છે. ધારાસભ્ય ચોમાસું સત્રમાં ભાગ લેવા માટે ગાંધીનગરમાં હતા, એવામાં ઘરે એકલા તેમના પત્નીને બે લૂંટારીઓએ બંધક બનાવી લીધા હતા અને ચોરી કરી હતી. જો કે, ભાજપના ધારાસભ્યની પત્નીને ઘટનામાં કોઈ ઇજા થઇ નથી. એમના બંગલામાંથી સોનુ, ચાંદી જેવા દાગીના અને રોકડ રકમની ની ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે.

 ભિલોડા: ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પી.સી. બરંડાના  અરવલ્લીના વાકાટીંબા ગામના ઘરમાં લૂંટ થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે.  હાલના એમએલએ  તથા પૂર્વ એસ.પી. પી.સી.બરંડાના પત્નીને ઘરમાં બંધક બનાવીને ઘરમાં લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ થયાનું સામે આવ્યું છે. આ મુદ્દામાલ કયો કયો હતો તે અંગે હજી જાણ થઇ નથી. એમએલએના ઘરમાં લૂંટ થવાના કારણે અરવલ્લી એસપી સહિતની અનેક ટીમો તપાસમાં લાગી ગઇ છે. આ તપાસમાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ પણ લેવાઇ રહી છે.

ગાંધીનગરમાં (Gandhinagar) વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલમાં MLA પી.સી બરંડા ગાંધીનગર હતા. ત્યારે ધારાસભ્યની ઘેરહાજરીમાં MLAના વાકાટીંબા ગામમાં સ્થિત મકાનમાં તસ્કરોએ લૂંટને અંજામ આપી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતા MLA ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા આ સાથે SP સહિત પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

મીડિયાને ધારાસભ્યની પત્નિ ચંદ્રિકાબેન બરંડાએ જણાવ્યુ હતુ, કે તેઓ રાત્રી દરમિયાન હું સુતી હતી એ દરમિયાન અવાજ થતા જાગીને પડદો ખોલીને ઘરમાં જોયુ પણ કંઈ લાગ્યુ નહીં. આ ઘટના લગભગ પોણા ત્રણ વાગ્યાના આસપાસ બની હતી. તેઓને મોંઢામાં ડૂચો મારી દઈને હાથ અને પગ બાંધી દીધા હતા. આમ તેમને બાંધી દઈને લૂંટ આચરી હતી.

 

આગળ કહ્યુ હતુ કે, ઘરમાં રાખેલ જ્વેલરી, સોનાના સેટ, વિંટી અને રોકડ રકમની ચોરી બે શખ્શોએ કરી હતી. ઘટનાને પગલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે.

 

 એમએલએના ઘરમાં લૂંટ થવાના કારણે અરવલ્લી એસપી સહિતની અનેક ટીમો તપાસમાં લાગી ગઇ છે. આ તપાસમાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ પણ લેવાઇ રહી છે.

ઘટનામાં બંધક બનાવી દઈ લુંટ આચરી એ ધારાસભ્યના પત્નિ પૂર્વ અધિકારી છે. તેઓ જીએએસ અધિકારી રહી ચૂક્યા છે. નાયબ ક્લેકટર તરીકે તેઓ રાજ્યમાં ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત જીવન ગુજારી રહ્યા છે. તેમના પતિ પીસી બરંડા પૂર્વ આઈપીએસ અધિકારી હતા અને તેઓએ રાજીનામુ મુકીને વર્ષ 2017માં ભિલોડાથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓને ફરીથી ભાજપે 2022માં ટિકિટ આપી હતી. જેમાં તેઓ વિજયી થયા હતા. આમ પૂર્વ આઈપીએસ અધિકારી અને વર્તમાન ધારાસભ્યના ઘરે ચોરી થવાની ઘટનાએ સનસનાટી મચાવી છે.

 એસપી, શેફાલી બરવાલે આ અંગે ખાસ વાતચીતમાં જણાવ્યુ છે કે, બે શંકાસ્પદો અમારા હાથમાં છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરમાંથી ઘરેણાં અને રોકડ રકમની લૂંટ થઇ છે. એમએલએ સર પણ પોતાના ઘરમાં તપાસ કરી રહ્યા છે. તેમના ઘરમાંથી કેટલાની લૂંટ થઇ છે તે અંગે તેઓ જણાવશે. હાલ જે બે શંકાસ્પદ પકડાયા છે એ અમારી મેજર લીડ્સ છે.

ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આતરફ અરવલ્લીના SP સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોતરાયો છે. જોકે હવે આ લૂંટની ઘટનામાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે.

 મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ભિલોડાના વાકાટીંબા ગામના ઘરમાં લૂંટ થઇ હતી. આ લૂંટમાં એસપી બરંડાના પત્નીને બંઘક બનાવીને ઘરમાં લૂંટ ચલાવાઇ હતી. જેના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા ફરી વળી છે.

પોલીસે બં શંકાસ્પદોને ઝડપ્યા
SP શૈફાલી બરવાલે મીડિયાને જણાવ્યુ હતું કે, રાત્રે ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાના ઘરે લૂંટની ઘટના બની હતી. આ જાણકારી મળતા જ શામળાજીના PSI, LCB સહિતની ટીમ પહોંચી ગઈ છે. એક-બે શંકાસ્પદ ઝડપાયા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્ય રૂપે દાગીના અને રોકડની ચોરી થઈ છે. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે.કેટલાની મત્તા ચોરાઈ છે તે હજુ તપાસ બાદ જાણવા મળશે.

 

 

Related posts

અમદાવાદ-બગોદરા હાઈવે પર અકસ્માત,ચોટીલા દર્શન કરી પરત ફરતા નડ્યો અકસ્માત,10 લોકોને ભરખી ગયો કાળ

KalTak24 News Team

એક સુરીલા યુગનો અંત: ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન,વહેલી સવારે જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ

KalTak24 News Team

રાજકોટમાં નામચીન ડ્રગ પેડલર સુધા ધામેલીયા ફરી મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા