જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શેલડીયા પરિવારના દ્વારા સુરત ખાતે ચિ. કુલદીપ અને ચિ. દ્વારકેશા ના લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયાઓએ અંગદાન જાગૃતિ ના પ્લેકાર્ડ સાથે મારી એન્ટ્રી..
Organ Donations awareness in Surat: 3 ડિસેમ્બરે ના રોજ સુરત શહેરમાં લગ્નનો માહોલ હોઈ અને એમાં પણ વરરાજા ની એન્ટ્રી કરવવામાં ઇવેન્ટ વાળા કોઈ કસર ના છોડતા હોઈ ત્યારે આજે સુરત માં પહેલી વાર એક અનોખી એન્ટ્રી વરરાજા અને જાનૈયાઓએ મારી હતી. સમગ્ર લોકો એ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે અને વરરાજાએ હાર્ટ સેફ નું પ્લેકાર્ડ લઇ લોકો માં અંગદાન જાગૃતિ નો મેસેજ આપ્યો હતો જયારે સામે કન્યાપક્ષ વાળા એ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજ ને આવકારી અંગદાનની શપથ લીધેલ હતી. વધુમાં લગ્નમાં આવેલ બંને પક્ષોના મહેમાનઓએ પણ આ અંગદાન જાગૃતિ ના અભિયાન સાથે જોડાઈ શપથ લીધેલ હતી.
વધુમાં વરરાજા ની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાન નો મેસેજ આપી સમાજ માં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડયું હતું.સુરત શહેરમાં આ શેલડીયા પરિવારના પહેલા લગ્ન હશે જેમાં લગ્ન ની શરૂવાત થી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટે ના તમામ પ્રયાસો ની પહેલ કરી હતી.
અંગદાન જાગૃતિના આ અભિયાનમાં શેલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, મિલન રાખોલિયા અને વિજય વણપરીયાથી સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું હતું.
“અંગદાન સર્વશ્રેષ્ઠ દાન”
“એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે.”
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube