June 22, 2024
KalTak 24 News
Uncategorized

Flood In Sikkim/ સિક્કિમમાં વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર,પૂર આવતા આર્મીના 23 જવાનો ગુમ થયા,સર્ચ ઓપરેશન ચાલુ

Flash Flood in North Sikkim

Flash Flood in North Sikkim: સિક્કિમમાં અચાનક આવેલા પૂર બાદ સેનાના 23 જવાનો ગુમ થઈ ગયા છે. ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં પૂર આવ્યું. જેના કારણે ઘાટીમાં કેટલાક સૈન્ય મથકો પ્રભાવિત થયા છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ વધી ગયું છે અને સિક્કિમના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિંગતમ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા સેનાના વાહનો પૂરની ઝપેટમાં આવી ગયા છે અને સેનાના 23 જવાન લાપતા છે, સર્ચ ઓપરેશન ચાલુ છે. આ સિવાય કેટલાક વાહનો કાદવમાં ડૂબી જવાના પણ સમાચાર છે.ન્યૂઝ એજન્સી ANIએ ગુવાહાટીના ડિફેન્સ PROનો હવાલો આપીને આ માહિતી શેર કરી હતી.

ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. નદીમાં અચાનક પૂર આવતા આસપાસના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. ચારેય તરફ પૂરનું પાણી ફરી વળ્યું છે. આ વિનાશક પૂરના કારણે ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટ્રિએ તૈનાત સૈન્ય જવાનો અને ખાસ કરીને ઘાટીમાં કેટલાક સૈન્ય મથકો પ્રભાવિત થયા છે. 

ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે પરિસ્થિતિ વણસી: સંરક્ષણ પીઆરઓ

પરિસ્થિતિ વિશે માહિતી આપતા સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ વધી ગયું હતું. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. ખીણમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે અને વિગતોની પુષ્ટિ કરવાના પ્રયાસો ચાલુ છે. 23 કર્મચારીઓ ગુમ થયાના અહેવાલ છે અને કેટલાક વાહનો કાદવમાં ડૂબી ગયા હોવાના અહેવાલ છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી જારી કરી છે

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે મંગન જિલ્લાના ઉત્તર ભાગમાં વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. દરેકને સતર્ક રહેવાની અને નદીના તટપ્રદેશમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. DAC, નામચીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે આદર્શગાંવ, સમરદુંગ, મેલ્લી અને અન્ય સંવેદનશીલ સ્થળોના તમામ રહેવાસીઓને ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. સામાન્ય જનતાને અફવાઓ ફેલાવવાનું ટાળવા અને ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં અચાનક આવેલી આફતને કારણે સોરેંગમાં નર બહાદુર ભંડારી જયંતિની ચાલી રહેલી ઉજવણી રદ કરવામાં આવી છે.

 

સિંગતમમાં વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

લોકોના જીવ બચી રહ્યા છે – ભાજપ નેતા ભુતિયા

સિક્કિમ પૂરની ઘટના અંગે બીજેપી નેતા ઉગેન શેરિંગ ગ્યાત્સો ભુટિયાએ કહ્યું કે, સરકારી તંત્ર કામે લગાડીને લોકોના જીવ બચાવી રહ્યા છે. રિપોર્ટ આવવાનો બાકી છે. જાન-માલનું કોઈ નુકસાન થયું નથી પરંતુ જાહેર મિલકતોને નુકસાન થયું છે. સિંગતમમાં મિલકતોને નુકસાન થયું છે અને કેટલાક લોકો ગુમ થયાની જાણ કરી છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.

સિક્કિમમાં તિસ્તા નદીનું જળસ્તર વધવાને કારણે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તિસ્તા નદીમાં પૂરના કારણે સિક્કિમમાં સિંગથમ ફૂટબ્રિજ પણ તણાઈ ગયો હતો. જલપાઈગુડી પ્રશાસને તિસ્તા નદીના નીચેના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. દરેકને એલર્ટ રહેવા અને નદી કિનારે મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

Bose’s Most Iconic Headphones Are On Flash Sale

KalTak24 News Team

An Iconic Greek Island Just Got A Majorly Luxurious Upgrade

KalTak24 News Team

What Operational Excellence Really Means for Business Travel

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા