સ્પોર્ટ્સ
Trending

Asia Cup 2023: 5 વર્ષ બાદ ભારત એશિયા કપમાં ‘ચેમ્પિયન’, શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ભારત બન્યું આઠમી વાર એશિયન ચેમ્પિયન,

ભારત આઠમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપ્યો હતો.

  • ભારત આઠમી વાર બન્યું એશિયા કપ ચેમ્પિયન
  • ફાઈનલમાં શ્રીલંકાને આપ્યો 10 વિકેટથી પરાજય
  • મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને બુમરાહે 1 વિકેટ ઝડપી 

India vs Sri Lanka Asia Cup 2023 Final: શ્રીલંકાને(Srilanka) હરાવીને ભારતે(India) 8મી વાર એશિયા કપ જીત્યો છે. કોલંબો(Colombo)ના આર.પ્રેમદાસા સ્ટેડિયમ(R Premadasa Stadium)માં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકા તરફથી મળેલો ઈઝી ટાર્ગેટ પૂરો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. 5 વર્ષ બાદ ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે છેલ્લે 2018મા ભારતે એશિયા કપ(Asia Cup Final 2023) જીત્યો હતો. આ વખતનો કપ ભારતને સાવ સસ્તામાં મળ્યો હતો તેને માટે તેની ઘાતક બોલિંગ જવાબદાર હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને ઈશાન કિશને 51 રન બનાવી લેતા શ્રીલંકાને 10 વિકેટે પરાજય મળ્યો હતો.આ સાથે જ ટીમ ઇન્ડિયા આઠમી વાર એશિયા કપમાં ચેમ્પિયન બની છે.

ભારતની ઓપનિંગ જોડીએ 6.1 ઓવરમાં પૂરો કર્યો ટાર્ગેટ

ભારતે 6.1 ઓવરમાં શ્રીલંકાએ આપેલો 51 રનનો ઈઝી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ભારતે આ વખતે ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશનને ઉતાર્યો હતો. શુભમન ગિલ અને ઈશાન કિશને 6.1 ઓવરમાં જ 51 રનનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.

ભારતને મળ્યો 51 રનનો ઈઝી ટાર્ગેટ
ભારતની દમદાર બોલિંગને કારણે શ્રીલંકા માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતને 51 રનનો ઈઝી ટાર્ગેટ મળ્યો હતો. ભારતના મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને બુમરાહે 1 વિકેટ ઝડપી હતી.

સિરાજ-પંડ્યાની ઘાતક બોલિંગથી શ્રીલંકા 50 રનમાં સમેટાયું
શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં ભારતની બોલિંગ અતિ ઘાતક નીવડી હતી અને બોલિંગને કારણે જ શ્રીલંકા 50 રનમાં સમેટાઈ ગયું હતું. ટોસ હારીને પહેલા બોલિંગ માટે આવેલી ટીમ ઈન્ડીયાના મોહમ્મદ સિરાજે લંકા છાવણીમાં ભારે કેર મચાવ્યો હતો. મોહમ્મદ સિરાજે પહેલી ઓવરમાં 4 વિકેટ ઝડપીને શ્રીલંકાને દબાણમાં લાવી દીધું હતું. ત્યાર બાદ પણ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે કુલ 6 વિકેટ ઝડપી હતી. સિરાજ બાદ હાર્દિક પંડ્યાએ પણ લંકાના ખેલાડીઓને પરચો દેખાડ્યો હતો અને તેણે પણ 3 વિકેટ ઝડપી હતી. બૂમરાહને એક વિકેટ મળી હતી. આ રીતે 3 બોલરે જ શ્રીલંકાને ઓલઆઉટ કરાવી દીધી હતી.

શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન 20ને પાર કરી શક્યા ન હતા
શ્રીલંકાના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમનો કોઈ બેટ્સમેન 20નો આંકડો પાર કરી શક્યો નહોતો. કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રનની ઇનિંગ રમી હતી જ્યારે દુષણ હેમંતે 13 રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ તોડ્યો બાંગ્લાદેશનો રેકોર્ડ
ભારત વિરૂદ્ધ ODIમાં કોઈપણ ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો ભારત સામે વનડેમાં સૌથી ઓછો સ્કોર હતો. બાંગ્લાદેશની ટીમ 2014માં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ODIમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત સામે કોઈપણ ટીમનો સૌથી ઓછો સ્કોર:

  • 50 રન, શ્રીલંકા, કોલંબો 2023 *
  • 58 રન, બાંગ્લાદેશ, મીરપુર 2014
  • 65 રન, ઝિમ્બાબ્વે, હરારે 2005

સિરાજે 16 બોલમાં 5 વિકેટ ઝડપી
મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલ નાખીને 5 વિકેટ ઝડપી છે. તેણે છઠ્ઠી ઓવરના ચોથા બોલે લંકન કેપ્ટન શનાકાને શૂન્ય રને આઉટ કરીને પોતાની પાંચમી વિકેટ લીધી હતી. સિરાજે પોતાના કરિયરમાં પહેલીવાર વનડેની એક મેચમાં 5 વિકેટ ઝડપી છે.

હેટ્રિક ચૂક્યો સિરાજ પણ 1 ઓવરમાં 4 વિકેટ લીધી

  • શ્રીલંકન બેટ્સમેન લય મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે. સિરાજ મેચની ચોથી ઓવરમાં હેટ્રિક ચૂક્યો હતો, પરંતુ ઓવરમાં 4 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.
  • ઓવરના પ્રથમ બોલે નિસાંકા સિરાજની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 4 બોલમાં 2 રન બનાવ્યા હતા.
  • ઓવરના ત્રીજા બોલમાં સમરવિક્રમા શૂન્ય રને આઉટ થયો હતો.
  • જ્યારે ચોથા બોલમાં અસલંકા કવર્સ પર ઈશાન કિશનના હાથે કેચ આઉટ થયો હતો.
  • પછી ઓવરના અંતિમ બોલે ધનંજય ડી સિલ્વા કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.

શ્રીલંકન ઓપનર્સનો નિરાશાજનક દેખાવ
શ્રીલંકન ઓપનર્સ ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. 8 રનમાં બંને ઓપનર્સને તંબુ ભેગા કરીને સિરાજ-બુમરાહની જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. જસપ્રીત બુમરાહે કુશલ પરેરાને શૂન્ય રને પેવેલિયન ભેગો કરીને ભારતની પ્રથમ સફળતા અપાવી હતી. શ્રીલંકન ઇનિંગ્સના ત્રીજા જ બોલે બુમરાહની બોલિંગમાં પરેરા વિકેટકીપર કેએલ રાહુલ દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે પથુમ નિસાંકા મોહમ્મદ સિરાજની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 4 બોલમાં 2 રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ લીધી
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારત સામે કોલંબો ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમે ટોસ જીત્યા હોત તો અમે પણ બેટિંગ લીધી હોત. જો કે, અમે કોન્ફિડન્ટ છીએ કે શ્રીલંકા જે પણ ટાર્ગેટ આપશે, તે ચેઝ કરી લેશું.

ઉલ્લેખનીય છે કે, વરસાદને લીધે મેચ મોડી શરૂ થશે. મેચ શરૂ થવાના થોડા સમય પહેલાં જ શરૂ થયેલો વરસાદ હાલ અટકી ગયો છે. ગ્રાઉન્ડ પરથી કવર્સ હટાવવામાં આવી રહ્યા છે. અમ્પાયર્સે 3:30 વાગે પિચનું નિરીક્ષણ કરી લીધું છે, 3:40 વાગે મેચ શરૂ થશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા