April 15, 2024
KalTak 24 News
બિઝનેસ

ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન,વડાપ્રધાનશ્રીએ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

cyrus mistry 1

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)નુ માર્ગ અકસ્માતમાં તેમનું નિધન થયું છે. મુંબઇ નજીક પાલઘરમાં કાસા નજીક મુંબઇ-અમદાવાદ હાઇવે પર આ દુર્ઘટના ઘટી હતી. પ્રાથમિક માહિતીમાં મિસ્ત્રી(Cyrus Mistry)ની મર્સિડિઝ ગાડી રોડ ડિવાઇડર સાથે અથડાઇ હતી. કારમાં કુલ 4 લોકો બેઠેલા હતા. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે, મિસ્ત્રી સહિત કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા. દુર્ઘટના બાદ મિસ્ત્રીને હોસ્પિટલ લઇ જવાયા જ્યાં તેને મૃત જાહેર કરાયા છે.

મિસ્ત્રી મર્સિડીઝ કારમાં અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે બપોરે 3.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ઘટના સૂર્યા નદી પર બનેલા પુલની છે. કારના ડ્રાઈવર સહિત તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય બે લોકોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને ગુજરાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 2012માં રતન ટાટાના રાજીનામા બાદ સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ને ટાટા સન્સનું ચેરમેન પદ સોંપવામાં આવ્યું હતું. જોકે 4 વર્ષમાં જ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

 

કારમાં 4 લોકો હતા જેમાંથી 2ના મોત થયા હતા. 2 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પાલઘર એસપીએ સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ના મોતની પુષ્ટિ કરી છે. તેમનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ ભારતીય મૂળના આઇરિશ બિઝનેસ ફેમિલીમાં થયો હતો. તેઓ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા.

મિસ્ત્રી(Cyrus Mistry) સહિત કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં
મિસ્ત્રી ગાડીમાં બેઠેલા હતા, તેમની કારનો નંબર MH-47-AB-6705 છે. અકસ્માત બપોરે  સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઇના રસ્તે સૂર્યા નદીના પુલ પર થયો હતો. દુર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે લોકો હજી પણ ગંભીર હાલતમાં છે. જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

શાપુરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ છે સાયરસ મિસ્ત્રી
સાયરસ પાલોનજી મિસ્ત્રી(Cyrus Mistry)નો જન્મ 4 જુલાઇ 1968 ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. મુંબઇથી કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો અને ત્યાર બાદ સિવિલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ લંડન ગયા હતા. લંડન બિઝનેસ સ્કુલમાં મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 1991 માં તેમણે પોતાનો ફેમિલી બિઝનેસ જોઇન કર્યો હતો.

બિઝનેસ ક્ષેત્રમાં ખુબ જ મોટુ છે શાપુરજી ગ્રુપ
1994 માં શાપુરજી પાલોનજી ગ્રુપના ડાયરેક્ટર બનાવાયા છે. તેમના નેતૃત્વમાં કંપની ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબો રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું પણ નિર્માણ કર્યું છે. પાલોનજી ગ્રુપ કાપડથી માંડીને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, બિઝનેસ અને ઓટોમેશન સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. બે મહિના પહેલા જ સાયરસના પિતા અને બિઝનેસ ટાયકુન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. હાલ તેમના પરિવારમાં તેમના માતા પાટ્સી પેરિન ડુબાસ, શાપુર મિસ્ત્રી અને બે બહેનો લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રીનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાનશ્રીએ નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને તેમના ટ્વીટમાં લખ્યું, “શ્રી સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)નું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ એક આશાસ્પદ વેપારી નેતા હતા જેઓ ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ રાખતા હતા. તેમનું નિધન વાણિજ્ય અને ઉદ્યોગ માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મારા મિત્રોને સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

લોકલ વોકલ બિઝનેસ દ્વારા 7,8 જાન્યુઆરીના રોજ બે દિવસીય એક્સપોનો આજથી પ્રારંભ

Sanskar Sojitra

Reliance AGM 2023/ ઈશા,આકાશ અને અનંતને RIL બોર્ડમાં મળી જવાબદારી,નીતા અંબાણીનું રિલાયન્સના ડિરેક્ટરપદેથી રાજીનામું

KalTak24 News Team

IPO: આજે ખુલી રહ્યો છે આ ફાર્મા કંપનીનો IPO, ઝુનઝુનવાલાએ કર્યું છે રોકાણ, ફટાફટ પ્રાઇસ બેન્ડ ચેક કરો

KalTak24 News Team