May 20, 2024
KalTak 24 News
Entrainment

તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ ટપ્પુ અને સોઢી બન્યા અમરેલી ના મહેમાન,બંને કલાકારને મળવા હજારો લોકો પહોંચ્યા

Tappu and sodhi

અમરેલી(Amreli) :તારક મહેતા કા ઉલટા ચશ્મા શો(Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોને હંમેશાથી જકડી રાખે છે. ભારતના અનેક ઘરોમાં જમતા સમયે લોકો આ શો ટીવી પર ચાલુ કરીને હસતા દેખાય છે. ત્યારે આ શોના પાત્રો પણ લોકોમાં એટલા જ લોકપ્રિય હોય છે.

શોનું દરેક પાત્ર જ્યાં પણ જાય છે ત્યાં માહોલ બનાવે છે, લોકોને હસાવે છે. ત્યાર રાજુલા જાફરાબાદ(Rajula-Jafarabad) વિસ્તારમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના લોકપ્રિય કલાકારો મહેમાન બન્યા હતા. તારક મહેતા શો (Taarak Mehta Ka Ooltah Chashmah)માંથી જૂનો ટપ્પુ (ભવ્ય ગાંધી)(Bhavya Gandhi) અને જૂનો સોંઢી(ગુરુચરણસિંહ)(Gurucharan Singh) રાજુલા જાફરાબાદ ના ગણેશ ઉત્સવ(Ganesh Utsav)માં આવ્યા હતા.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના આમંત્રણને માન આપી અમરેલી(Amreli) આવેલા બંને કલાકારને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.બંનેની એક ઝલક નીહાળવા માટે મોડી રાતે નાનકડા ગણેશ પંડાલોમાં જનમેદની ઉમટી પડી.

new project 19 1662455868

‘ટપ્પુ’ અને ‘સોઢી’ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા
અમરેલીના રાજુલા અને જાફરાબાદ(Rajula-Jafarabad)ના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કોળી સેનાના પ્રમુખ હીરા સોલંકીના આમંત્રણને માન આપી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ ‘ટપ્પુ’ (Bhavya Gandhi) અને ‘સોઢી'(Gurucharan Singh) અમરેલી પધાર્યા હતા. બંને કલાકારોએ રાજુલા-જાફરાબાદમાં ગણપતિ પંડાલની મુલાકાત લઈ આરતી ઉતારી હતી. ગણપતિ પંડાલો ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદથી ગુંજી ઊઠ્યા હતા.બંને કલાકારોની હાજરીથી ગણેશોત્સવમાં જુસ્સો આવ્યો હતો.

જુઓ વિડિયો :

Source: Divya bhaskar

બંને કલાકારો સાથે મુલાકાત કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલમાં જોવા મળતા ‘ટપ્પુ’ અને ‘સોઢી’ પોતાના વિસ્તારમાં આવી રહ્યા હોવાની વાત લોકોને મળતાં જ મોટી સંખ્યામાં લોકો આ બંને કલાકારની ઝલક મેળવવા માટે પહોંચ્યા હતા. બંને કલાકારોનું રાજુલા અને જાફરાબાદની જનતા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

tarak mehta 1 1662455887

ગણેશ પંડાલમાં કરાયેલી રોશનીના ‘ટપ્પુ(Bhavya Gandhi)એ વખાણ કર્યા
‘ટપ્પુ'(ભવ્ય ગાંધી)(Bhavya Gandhi)એ કહ્યું હતું કે મુંબઈ જેવાં મોટાં શહેરોમાં ગણેશોત્સવ દરમિયાન ડેકોરેશન થાય એ સ્વભાવિક છે, પરંતુ નાનાં શહેરોમાં પણ બાળકો અને યુવાઓ દ્વારા ગણેશોત્સવ(Ganesh Utsav) દરમિયાન જે ડેકોરેશન કરવામાં આવ્યું છે એ પ્રશંસાને પાત્ર છે.

વધુ માં જણાવ્યું કે તમારા બધાનું ગોકુલધામ સોસાયટીમાં સ્વાગત છે. તમે બધાએ અમને ગોકુલધામ સોસાયટીમા બોલાવીને મજા પાડી દીધી.મારે આ મંડળના ગણપતિના બાપ્પાના એવા આર્શીવાદ લેવા છે કે ગોકુલધામ સોસાયટી તમારા દિલમાંથી ક્યારેય ન જાય.

tarak_tappu_zee.jpg

હાલ માં કોણ ભજવી રહ્યા છે ‘ટપ્પુ‘ અને ‘સોઢી’નો રોલ?
અત્યાર ની વાત કરીએ તો ‘તારક મહેતા’કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ‘ટપ્પુ’નો રોલ રાજ અનડકટ અને ‘સોઢી’નો રોલ બલવિંદરસિંહ સૂરી ભજવી રહ્યા છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા

KalTak24 News Team

‘તારક મહેતા….’ ની આ એક્ટ્રેસે અસિત મોદી પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ, શો છોડી દીધો

KalTak24 News Team

Mouni Roy/ બંગાળી લુકમાં જોવા મળી મૌની રોય, પતિ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ,PHOTOS

KalTak24 News Team