- પરિવારે તેમના સંબંધને સ્વીકારી લીધો હોવાની ચર્ચા
- વડોદરામાં સગાઈ કરી હોવાનો રિપોર્ટમાં દાવો
- બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
Munmun Dutta And Raj Anadkat Engagement: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી પરનો લોકપ્રિય કોમેડી શો છે. જેનું દરેક પાત્ર આજે દર્શકોના દિલમાં વસી ગયું છે. સીરિયલમાં જોવા મળેલા ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તાને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીએ શોમાં ‘ટપ્પુ’નું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે. જે તેના કરતા 9 વર્ષ નાની છે.ન્યૂઝ 18ના એક રિપોર્ટ અનુસાર, 36 વર્ષીય મુનમુન અને 27 વર્ષીય રાજ અનડકટે આ મહિનાની શરૂઆતમાં પોત-પોતાના પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી છે. બેનાના ડેટિંગના સમાચાર ઘણા સમયથી મીડિયામાં આવી રહ્યા હતા. ઘણી વખત બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.
બબીતાજીનું પાત્ર ભજવે છે મુનમુન દત્તા
મુનમુન દત્તા પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાની ભૂમિકા ભજવે છે, તો રાજ અનડકટે આ શૉમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલાના પુત્ર ‘ટપ્પુ’નો રોલ કર્યો હતો. રાજ અનડકટે ડિસેમ્બર 2022માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ છોડવાની જાહેરાત કરી હતી.
ન્યૂઝ 18ના રિપોર્ટમાં કલાકારોના નીકટના સૂત્રને ટાંકીને કહેવાયું છે કે મુનમુન દત્તા અને રાજે મુંબઈની બહાર ખુબ જ સાદાઈથી સગાઈ કરી લીધી છે. સૂત્રએ એમ પણ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ છે. મુનમુન અને રાજના પરિવારજનોએ તેમના સંબંધને સ્વીકારી લીધો છે અને તેઓ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.
રાજ અનડકટ તારક મહેતા શોમાંથી વિદાય થયો ત્યારબાદથી બંને ડેટિંગ કરી રહ્યા છે. સેટ ઉપર પણ બધા તેમના સંબંધ વિશે જાણતા હોવાનું કહેવાય છે. જો કે મુનમુન દત્તા કે રાજ અનડકટ બંનેમાંથી એકેય આ સગાઈની વાત વિશે કન્ફર્મ કર્યું નથી એટલે કે સગાઈ થઈ છે એ વાતની પુષ્ટિ કરી નથી. તેમના સંબંધ વિશે સૌથી પહેલા 2021માં જાણ થઈ હતી પરંતુ તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે તેમના અંગત જીવન વિશે કોઈ અટકળો ન કરે.
અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો પહેલો એપીસોડ 28 જુલાઈ 2008ના રોજ ઓન એર થયો હતો. ત્યારથી આ શો લોકપ્રિય બનેલો છે. અત્યાર સુધીમાં 4000થી વધુ એપીસોડ ટેલિકાસ્ટ થયા છે.