AAP MP Swati Maliwal On Delhi Results: આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે દિલ્હી ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં પક્ષના અધ્યક્ષ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ કેજરીવાલ ગુસ્સામાં આક્રમક બની જતાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
#WATCH | On #DelhiElection2025, Rajya Sabha MP Swati Maliwal says, “If we see the history – if something wrong happens to any woman, god has punished those who commit that… It’s because of the issues like water pollution, air pollution and the condition of the streets, that… pic.twitter.com/7pxLQZGesi
— ANI (@ANI) February 8, 2025
શું કહ્યું સ્વાતિ માલિવાલે?
સ્વાતિ માલિવાલે કહ્યું કે, ઘમંડ અને અહંકાર ચકનાચૂર જ થાય છે. જે લોકોએ મારૂ ચારિત્ર્યનું હનન કર્યું. અપશબ્દો કહ્યાં. કેજરીવાલે મને માર ખવડાવ્યો. આજે તેમની જ બેઠક બચી નથી. અહંકાર તો રાજા રાવણનો પણ રહ્યો નથી.. કેજરીવાલને ગુસ્સો બહુ આવે છે. તેઓ ગુસ્સામાં ચીજો તોડવા લાગે છે. પરંતુ હું તેમને સલાહ આપીશ કે, તેઓ આ બધુ છોડી મનોમંથન કરે.
શું માલિવાલ પક્ષ છોડશે?
સ્વાતિ માલિવાલે પક્ષ છોડવાની વાત પર જવાબ આપ્યો છે કે, તેને AAP છોડવાની કોઈ જરૂર નથી. કારણકે, તેણે આ પક્ષને પોતાના 18 વર્ષ આપ્યા છે. મેં આ પક્ષ માટે ઘણું બધુ કર્યું છે. અમુક લોકો મને હાંકી કાઢવા માગે છે. પરંતુ હું પક્ષ નહીં છોડું. ઉલ્લેખનીય છે, સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલના અંગરક્ષક બિભવ કુમારે અપશબ્દો બોલ્યા તેમજ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદથી સ્વાતિ માલિવાલ સતત આમ આદમી પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. જો કે, પક્ષ સાથે જોડાયેલા છે.
जो मेरा पतन देखने चले थे,
खुद अपने ही अंधकार में खो गए,
मैं दीप था बुझाने चले थे,
पर खुद ही धधकती लौ में जल गए! pic.twitter.com/q9W90jPQQm— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025
કેજરીવાલે મંથન કરવુ જોઈએ
સ્વાતિ માલિવાલે કેજરીવાલને પોતાની હારનું મંથન કરવા સલાહ આપી છે. તેમજ ક્યાં ચૂક રહી ગઈ તેના પર વિચાર કરી તેમાં સુધારો કરવા કામ કરવુ જોઈએ. સ્વાતિ માલિવાલના આ આક્ષેપો અને સલાહથી દિલ્હીની AAP માં ખળભળાટ મચ્યો છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube