Surat News: સુરતમાં પોલીસ દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં ડીંડોલી પોલીસ દ્વારા ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમમાં જઈને સીનીયર સીટીઝનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસે સિનિયર સીટીઝનને ધુળેટીના રંગો લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ઢોલ ના તાલ સાથે સિનિયર સીટીઝન ઝૂમી ઉઠ્યા હતા અને એક અનોખી ખુશી તેમના ચેહરા પર જોવા મળી હતી.
સુરત શહેર ડિંડોલી પોલીસ દ્વારા અનાથ આશ્રમમાં રહેતા સિનિયર સિટિઝન સાથે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી તેમજ બાળકોને પિચકારી અને કલરનું વિતરણ કરવામાં આવ્યું… સુરત પોલીસની સિનિયર સિટિઝન સાથેની ધુળેટી પર્વની આ ઉજવણીને જોઈ તમે પણ ભાવુક થઈ જશો 🥹@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/RIUPv5ME6C
— Surat City Police (@CP_SuratCity) March 13, 2025
સુરતમાં ડીંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ડીંડોલી વિસ્તારમાં આવેલા ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમમાં ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. અહી રહેતા વૃદ્ધો સાથે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વૃદ્ધોને રંગ લગાડવામાં આવ્યો હતો ત્યારબાદ ઢોલ ના તાલ સાથે રંગો ઉડાડતા ઉડાડતા સિનિયર સીટીઝન ઝૂમી ઉઠ્યા હતા અને એક અનોખી ખુશી તેમના ચેહરા પર જોવા મળી હતી.
પોલીસની સિનિયર સીટીઝન સાથેના ધુળેટી પર્વની ઉજવણીના આ દ્રશ્યોએ સૌકોઈને ભાવુક કર્યા હતા. વૃદ્ધોએ મન મુકીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. તેમજ બાળકો પર આ વૃદ્ધો સાથે નાચતા ગાતા અને ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા સિનિયયર સીટીઝનને ધુળેટીના રંગો લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube