November 22, 2024
KalTak 24 News
Gujarat

BREAKING/ સુરતના વીઆર મોલને ફરી બોમ્બથી ઉડાવી દેવાનો મળ્યો ધમકીભર્યો ઇમેલ;SOG-PCBનો કાફલો ઘટનાસ્થળે, ડોગ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ

VR Mall
  • સુરતમાં (Surat) ફરી એકવાર VR મોલને ધમકીભર્યો ઈમેઇલ મળ્યો
  • ઈમેઇલમાં મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ
  • SOG, PCB પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
  • બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ મોલમાં સઘન તપાસ હાથ ધરી

Surat VR Mall Bomb Threat: સુરત(Surat)ના VR મોલને ફરી એકવાર મેઈલથી ધમકી મળી છે.થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા વીઆર મોલને ઈમેલથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જ્યારે આજે રક્ષાબંધનના તહેવાર પર ફરી એક વખત મોલને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસઓજી અને પીસીબીની ટીમ સહિત અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ વીઆર મોલ ખાતે પહોંચી ગઈ હતી.ડોગ સ્કવોડ(Dog Squad) અને બોમ્બ સ્કવોડ(Bomb Squad)ની મદદ લેવાઈ રહી છે.

SURAT

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સુરત શહેરના પીપલોદ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બ વડે ઉડાવી દેવાની ભમકીભર્યો ઇમેલ મળ્યો હતો. વી.આર. મૉલના ઑફિશિયલ એકાઉન્ટ પર બપોરે 3 વાગ્યાની આસપાસ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો.જેથી મોલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષાબંધન(Rakshabandhan)નો તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો(Surat PCB Police), ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોલમાં પહોંચી ગઇ હતી. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

આખો મોલ ખાલી કરી દેવાયો

વી.આર મોલને ઈ-મેલથી ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં બોમ્બથી બોલને ઉડાવી દેવાની ધમકી મળતાંની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરતના પોશ વિસ્તારમાં આવેલા વીઆર મોલમાં આજે રજાના દિવસે અને રક્ષાબંધન નિમિત્તે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે અને હરવા-ફરવા માટે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તમામ પ્રકારના અગમચેતીના પગલાં લેવાના શરૂ કરી દેવાયા હતા. સૌપ્રથમ પોલીસ દ્વારા મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને.

રાકેશ બારોટ, ડીસીપી

ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, આગળ પણ જે પ્રકારનો મેઈલ થોડા સમય પહેલા આવ્યો હતો, એ જ પ્રકારનો મેઈલ 3 વાગ્યા બાદ આવ્યો છે. જેમાં એક્સપ્લોઝિવ મૂકીને મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ગઈ વખતે પણ 74 જેટલા લોકેશનનો ઉલ્લેખ હતો. આ વખતે પણ મેઈલમાં એ જ પ્રકારના લોકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ આખો મોલ ખાલી કરી દેવાયો છે અને થિયેટર પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. બે કલાકની અંદર તપાસની કામગીરી પૂર્ણ થઈ જશે એવું અમારો અંદાજ છે. ડોગ સ્કવોડ સહિતની ટીમ કામે લાગી ગઈ છે.ઇમેઇલ કોણે મોકલ્યો ? બોમ્બ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

ડોગ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

વી આર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાંની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ગણતરીની મિનિટોમાં જ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આખા મોલની અંદર તપાસ કરવાનું શરૂ કરી દેવા હતા અને પોલીસ કાપલો ખૂબ જ મોટી સંખ્યામાં ઘટનાસ્થળ ઉપર પહોંચી જતાં ભયનો માહોલ ઉભો થયો હતો, લોકો પણ સ્થિતિ પારખી જતાં તાત્કાલિક મોલથી દૂર જવાનું યોગ્ય સમજ્યું હતું. ફાયર વિભાગની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે.

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે

બોમ્બની ધમકીના મેઈલના પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈ સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સાથો સાથ VR મોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મોલમાં હાજર લોકો બહાર કાઢીને મોલ ખાલી કરાવ્યો હતો. જેથી કોઇ નાસભાગ કે દુર્ઘટના ન સર્જાય.  પોલીસે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની પણ મદદ લીધી હતી. મોટી સંખ્યામાં પોલીસ ટીમને જોતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મોલની તપાસ કરી હતી. જોકે હજુ સુધી શંકાસ્પદ મળી આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ગત 9 એપ્રિલે પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 

આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…

 

Group 69

 

 

Related posts

આપ નેતા અલ્પેશ કથીરિયા-કાવ્યા પટેલ તેમજ ધાર્મિક માલવિયા-મોનાલી હિરપરા લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ Photos

Sanskar Sojitra

સુરતમાં પિતા ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળીને રમાડતા પંખોની પાંખ માથામાં વાગતા,માસૂમનું મોત

KalTak24 News Team

ગુજરાતના આ ટચૂકડું શહેર બનશે ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..