June 22, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ B.COM,BAના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં એવું તો શું લખ્યું કે,VNSGUએ શૂન્ય માર્કસ આપી 500નો દંડ ફટકાર્યો

Vnsgu

Surat News: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની વિચિત્ર હરકત સામે આવી છે. બીકોમ-બીએની પરીક્ષામાં લેવાયેલી પરીક્ષામાં છ વિદ્યાર્થીઓએ મોટા કાંડ કર્યાં. 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી હતી.

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીની બેચરલ ઓફ કોમર્સ(BCom) અને બેચલર ઓફ આર્ટ્સ(B.A)ની મુખ્ય જાહેર પરીક્ષામાં ગયા મહિને યોજાઈ હતી. જેમાં છ વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશનોના જવાબને બદલે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એકે મહિલા પ્રોફેસરો તથા આચાર્યો માટે અપશબ્દો લખ્યા હતા. તો કેટલાકે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની લખી હતી.

રૂ. 500ની પેનલ્ટી કરાઈ

મળતી માહિતી અનુસાર સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પેપરમાં પ્રેમ કહાની લખી હોવાનું સામે આવ્યું છે. બીકોમ અને બીએની પરીક્ષાના પેપરોમાં મિત્રોની પ્રેમ કહાની લખી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રેમ કહાની નહીં પણ પ્રોફેસરઓને ગાળો પણ આપી હોવાનું સામે આવ્યું છે. સુરતની VNSGUની પરીક્ષામાં 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી હતી..

6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપી રૂપિયા 500ની પેનલ્ટી કરાઈ

જ્યારે શિક્ષકે પેપર ચેક કર્યા ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. શિક્ષકો પેપર ચેક કરી રહ્યાં હતા ત્યારે ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખેલી જોવા મળતા ચોંકી ગયા હતા. જે મામલો ઉચ્ચકક્ષાએ પહોચતા હાલ તો તમામનું મેડિકSલ પ્રોફેસરોની હાજરીમાં હિયરિંગ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી

બાદમાં કોલેજ દ્વારા આ 6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપી રૂ. 500ની પેનલ્ટી આપવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી હતી. જને લઇને સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પેપરમાં લખેલી પ્રેમકહાની અને આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખેલી ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી છે.

આ બાદ ભારે ઉહાપોહ મચી ગયો હતો. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી હતી. સાથે જ લેખિતમાં માફી પણ માંગી હતી તેવું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના વાઈસ ચાન્સેલક ડો. કિશોરસિંહ ચાવડાએ માહિતી આપી.

નર્મદ યુનિવર્સિટીએ નિયમો બદલવા પડ્યા
આ ઘટના બાદ યુનિવર્સિટીએ પોતાના નિયમો બદલ્યા છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને રૂ. 1,000ની પેનલ્ટી થશે. તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્ટિફીકેટ પણ રજૂ કરવું પડશે, તો જ આ વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈસુરત જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

સૌથી મોટા સમાચાર: 10 દિવસ બાદ દેવાયત ખવડનું પોલીસ સમક્ષ સરેન્ડર,ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી પૂછપરછ

KalTak24 News Team

Surat Rain: સુરતમાં મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ,અનરાધાર વરસાદ બન્યો આફતરૂપ,જાણો શું છે સ્થિતિ

KalTak24 News Team

ઉપલેટા : છ મહિના પહેલાં બહેને પ્રેમલગ્ન કરતાં સગા ભાઈએ સગા ભાઈએ સરાજાહેર બહેન-બનેવીને તીક્ષ્ણ હથિયાર હત્યા કરી

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા