April 16, 2024
KalTak 24 News
ગુજરાત

સુરતમાં સિટી બસની મુસાફરી કરવા ચૂકવવા પડશે વધુ રૂપિયા,BRTS અને સીટીબસના ભાડામાં કર્યો વધારો,નવો ભાવ આજથીલાગુ..

Surat Brts Bus Price Hike

Surat News: સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસના ભાડામાં 1 થી 5 રૂપિયાનો ભાવ વધારો થયો છે. 38મી બોર્ડ મીટીંગમાં ભાવ વધારાનો નિર્ણય કરાયો છે. આજથી આ નવો ભાવ વધારો અમલી થયો છે, આ ઉપરાંત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે નવા ભાવ વધારાના બેનર પણ લગાડી દેવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે, શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે.

Group 14

સુરતમાં પરિવહન માટે શહેરીજનો આસપાસના વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા અપાય છે. જે વર્ષોથી અન્ય શહરોમાં પણ આવી જ રીતે ત્યાંની સ્થાનીક કોર્પોરેશન કે કોર્પોરેશન સાથેની ટેન્ડર પ્રક્રિયાથી ચાલે છે. સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે. સુરત શહેરમાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2,50,000 જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે. ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ ટીવી9ના અહેવાલ અનુસાર18 ઓગસ્ટ 2023ના રોજ સુરત સિટીલિંક લિ.ની 38મી બોર્ડ મીટીંગ યોજાઈ હતી, આ બોર્ડ મીટીંગમાં 1 સપ્ટેમ્બર 2023ના રોજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવામાં નવું ફેર સ્ટ્રકચર અમલીકરણ કરવા મંજુરી મળી છે, હાલમાં જાહેર પરિવહન સેવામાં મીનીમમ ભાડું રૂ.4/- થી મેક્સીમમ ભાડું રૂ.22/- તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસ ટિકિટ રૂ.25/- અમલમાં છે.

જે 1 સપ્ટેમ્બર 2023ના રોજ થી મીનીમમ ભાડું રૂ.5/- થી મેક્સીમમ ભાડું રૂ.25/- (રૂ.5,10,15,20,25) તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસ ટિકિટ રૂ.30/- અમલમાં મુકવામાં આવી છે, જેને કારણે છુટા પૈસાની સમસ્યાનું પણ નિવારણ આવશે. વધુમાં શહેરીજનોને વધુ સારી સેવાપુરી પાડવા હેતુસર તથા ડીજીટલાઈઝેશનને પ્રાધાન્ય આપવા માટે સિટીલિંક મોબાઈલ એપ્લીકેશન મારફત કેશલેસ ટ્રાન્જેકશન દ્વારા શહેરીજનોને મુસાફરી માટે ટિકિટમાં સીધા 20%ની રાહત આપવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરતમાં કોર્પોરેશન સંચાલિત સિટી બસના ભાડામાં રૂપિયા 1થી લઈને 5નો વધારો કરવામાં આવ્યો છે. આ બસોનો ઉપયોગ મોટાભાગે મીડલ ક્લાસ અને ગરીબ પરિવારો દ્વારા કરવામાં આવતો હોય છે. ઓડી, બીએમડબલ્યૂ રાખનારા અમિરો આ બસમાં કેટલા જોવા મળે છે તે આપ જાણો છો. આ બસ ભાડાની અસર સીધી મીડલ ક્લાસ અને ગરીબ પરિવારો પર પડવાનો છે તે નક્કી છે. ઉપરાંત BRTS બસ સ્ટેન્ડ ખાતે પણ નવા ભાવ વધારાના બેનર લાગી ચુક્યા છે.

તંત્રનું કહેવું છે કે હવે છુટા રૂપિયાની સમસ્યાનું પણ નિવારણ આવશે. સાથે જ વધુ સારી સેવા પુરી પાડવાનો હેતું છે અને ડીજીટલાઈઝેશનને પ્રાધાન્ય આપવા તંત્ર દ્વારા સિટીલિંક મોબાઈલ એપ્લીકેશન મારફતે કેશલેસ ટ્રાન્જેક્શન થકી શહેરના લોકોને મુસાફરી માટે ટિકિટમાં સીધા જ 20 ટકાનું ડિસ્કાઉન્ટ આવામાં આવશે. જોકે તંત્રએ અહીં એ બાબતને કદાચ ધ્યાને નહીં લીધી હોય કે જે લોકો મોબાઈલ યૂઝર્સ નથી તેવા લોકોને આ લાભ તો મળી શકશે નહીં. મતલબ કે જો આપ સ્માર્ટફોન યૂઝર છો અને આ સિટીલિંગનો ઉપયોગ કરો તો જ ડિસ્કાઉન્ટ પણ જે લોકો અત્યંત ગરીબ પરિવારો છે કે જેઓ પણ બસમાં મુસાફરી કરતા હોય છે તેવા લોકોને આવા કોઈપણ ડિસ્કાઉન્ટથી દૂર રહેવું પડશે.

 

Related posts

Ro Ro ferry: ભારતમાં સૌપ્રથમવાર હજીરા-ઘોઘા રો-રો ફેરીમાં સોલાર એનર્જીનો ઉપયોગ

Sanskar Sojitra

દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે વિપુલ ચૌધરીની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલો

KalTak24 News Team

જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો બે દિવસનો આખો કાર્યક્રમ

KalTak24 News Team