KalTak 24 News
ગુજરાત

સુરતમાં પતંગની દોરીથી બાઈક પર જતાં યુવકનું ગળું કપાયું,સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો,બાઈક ચલાવતા સમયે રાખો આટલું ધ્યાન

Surat kite

Kite thread: ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીથી લોકોના ગળા કપાવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત સચિન સાતવલલા બ્રીજ ઉપર પતંગના દોરાથી મોપેડ સવારનું ગળું કપાયું છે. જોકે સારી વાત એ છે કે આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે. મોપેડ સવારનું ગળું કપાતા જ ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગત રવિવારની સાંજે બનેલી ઘટના બાદ યુવકે નજીકનાં દવાખાને સારવાર લઈ ઘરે જતો રહ્યો હતો. જોકે ગળા ઉપર ચીરો લાંબો હોવાથી આજે સિવિલમાં સારવાર માટે આવ્યો હતો. યુવકે કહ્યું હતું કે નવસારીથી નવાગામ આવતા આ ઘટના બની હતી. નજર સામે પતંગનો દોરો દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે 5 સે.મી. લાંબો અને ઊંડું ઓછું હોવાથી કોઈ જાનહાની થઈ શકે એવી ઇજા ન હોવાનું કહી શકાય છે.

મોહન ભીમરાવ સાતપુતે (ઉં.વ. 20) એ કહ્યું કે, તેઓ નવાગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શો રૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે. ઘટના સચિન સાતવલ્લા બ્રિજ ઉપર રવિવારની મોડી સાંજે બની હતી. અચાનક આંખ સામે ચાલુ મોપેડે પંતગનો દોરો આવી જતા તાત્કાલિક બ્રેક મારી મોપેડ ધીમી કરી દીધી હતી છતાં ગળું ચીરાઈ ગયું હતું. ગણતરીની સેકન્ડમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાહદારીઓ તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બાદ મારા ફેમિલી ડોક્ટર પાસે સારવાર લીધી હતી. જોકે ટાંકા લેવાની વાત આવતા ડર લાગતો હોવાથી ગળા પર ડ્રેસિંગ કરાવી ઘરે જતો રહ્યો હતો. આજે હિંમત આવતા સિવિલ આવ્યો હતો. જ્યાં ગળા પર ટાંકા લેવા પડશે એમ ડોક્ટરોએ જણાવ્યું હતું. પરિવારમાં મોટોભાઈ અને માતા-પિતા છે.

મેડિકલ ઓફિસર ડો. પ્રિંયંકા કંથારીયાએ કહ્યું કે, ઘટના રવિવારના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યાના અરસા બની હતી. દર્દીને ગળા પર 5 સે.મી. લાંબો અને ઉંડાણમાં ઓછો ઘા છે. લગભગ ટાંકા લેવા પડશે. ENT વિભાગના ડોક્ટરોને બોલાવ્યા છે. હા ઘા નોર્મલ છે એટલે જીવને કોઈ જોખમ ન હોવાનું કહી શકાય છે.

પતંગ ઉડાવવી એ પણ કેટલાક લોકો માટે સમસ્યા બની જાય છે. ખરેખર, લોકો પતંગ ઉડાવવા માટે માંઝાનો ઉપયોગ કરે છે. આ એકદમ ખતરનાક છે, અને ઘણા કિસ્સાઓમાં તે બાઇક અથવા સ્કૂટર સવારોની ગરદન કાપી નાખે છે.આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતમાં ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે આજે પણ આ આવા માંઝા આડેધડ વેચાય છે. રસ્તા વચ્ચે ટ્રેક્ટર અથડાતા લોકો ઘાયલ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, માંઝાને કારણે મૃત્યુ પણ થાય છે. બાઇક સવારો માટે આ સૌથી ખતરનાક છે.

આ જુગાડ તમને મુશ્કેલીમાંથી બચાવશે

જો તમે પણ પતંગ ઉડાડતી વખતે બાઇક પર મુસાફરી કરવા જાવ છો, તો એક જુગાડ તમારો જીવ બચાવી શકે છે. આ એક એવી યુક્તિ છે જે તમારી ગરદનને નુકસાનથી બચાવી શકે છે. તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. માંઝા દ્વારા થતા અકસ્માતોમાંથી બોધપાઠ લઈને, તમે સલામતી માટે આ જુગાડ અજમાવી શકો છો. ચાલો જોઈએ કે આ જુગાડ કેવી રીતે કામ કરે છે.

આ રીતે તમે જુગાડ બનાવી શકો છો

તેને બનાવવા માટે એન્ટેનાની જરૂર પડશે. તમે કાર એન્ટેનાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય સ્ટેનલેસ સ્ટીલની પાઈપ અને નટ-બોલ્ટ વગેરેની જરૂર પડશે. તેને પાઇપની મદદથી બાઇકના હેન્ડલ પર ફીટ કરવામાં આવે છે. જ્યારે મંઝા એન્ટેના મારશે ત્યારે તમને ખબર પડશે.

બાઇક વિઝર પણ કામ કરશે

આ જુગાડ તમે જાતે અથવા મિકેનિકની મદદથી તૈયાર કરી શકો છો. આ જુગાડ જીવન બચાવવામાં મદદ કરી શકે છે. આ સિવાય મોટી બાઇક વિઝરનો પણ ઉપયોગ કરી શકાય છે. નેકબેન્ડ, મફલર કે દુપટ્ટો વગેરે પણ વાપરી શકાય.

 

Group 69

 

 

Related posts

જામનગર: બોરવેલમાં ફસાયેલી રોશની આખરે જિંદગી સામે જંગ હારી ગઈ,20 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર કઢાયો મૃતદેહ

KalTak24 News Team

સુરત/ ગેસની બોટલનું રેગ્યુલેટર બદલતી વખતે દીવાની જ્યોતથી લાગી આગ,જનેતાનું મોત, પુત્ર-વહુ દાઝ્યાં

KalTak24 News Team

BIG BREAKING: સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત,આવતીકાલે સૂર્યોદય પહેલા સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવાશે,Video

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા