ગુજરાત
Trending

સુરતમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

સુરત(Surat) :  દશેરા(Dussehra)ના તહેવાર વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વધુ એક વખત લિફ્ટ(Lift) તૂટી પડતા 9 લોકો નીચે પટકાયા હતા. જેમાંથી 1નું મોત નીપજ્યું છે જ્યારે 8ની સ્થિતિ ગંભીર છે. અત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના ભટાર(Bhatar) ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે અન્ય લોકોમાંથી કેટલાકની કમર તૂટી ગઈ છે તો કેટલાકને ફ્રેક્ચર થઈ ગયું છે.

ભટાર(Bhatar) વિસ્તારમાં આવેલા શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડી છે. બીજા માળેથી લિફ્ટ તૂટી પડતા તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય લોકો ઘવાયા છે. જ્યારે ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકને કમરમાં ઇજા થઇ છે તો કોઇને પગમાં ફ્રેક્ચર થયું છે. આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

મૃતકનું નામ

ઉમાકાન્ત છોટેલાલ કનોજીયા (ઉ.વ. 35 રહે. શાંતિવન મિલ)

ઇજાગ્રસ્ત

સંદીપ મુનિલાલ કનોજીયા (ઉ.વ 24)
કનૈયા સુરેશ પારિક (ઉ.વ 24)
રાજ શત્રુઘ્ન ઝા (ઉ.વ 32)
અજય છોટેલાલ ભાન (ઉ.વ 25)
રાજકુમાર સરોજ ( ઉ.વ 20)
શ્યામ બચીલાલ સરોજ (ઉ.વ 28 રહે. શાંતિવન મિલ)
સતેન્દ્ર રામ તિવારી ( ઉ.વ 29 રહે. શાંતિવન મિલ)

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button