કલતક 24 બ્યુરો/સુરત: હિન્દુ ધર્મના ગાયને માતા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાયમાં 33 કોટી દેવતાનો વાસ હોય છે. એટલા માટે જ ગાયની પૂજા પણ કરવામાં આવે છે અને લોકો ગાયને માતા તરીકે સંબોધન કરે છે. શાસ્ત્રોમાં પણ ગાય માતાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગાયના ગૌમૂત્રનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. તો ગોબરનો ઉપયોગ પણ પર્યાવરણ સુધી હતું કરવામાં આવતા યજ્ઞોમાં ઉપયોગમાં અને ધાર્મિક યજ્ઞોમાં ઉપયોગમાં લેવામાં છાણાં તરીકે કરવામાં આવે છે.
ત્યારે સુરતના એક પરિવારે ખરીદેલા પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા પહેલા ગાયના વાછરડાને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ ગૃહ પ્રવેશ કર્યો હતો. મહત્વની વાત છે કે આ પરિવારે ગાયના વાછરડાના પગલાં ઘરમાં પડાવ્યા અને ત્યારબાદ ઘરમાં રહેલા સોફા અને પલંગ પર ગાયના વાછરડાને સુવડાવ્યું હતું.
આ ઉમદા કામ કરનાર પરિવાર રૂડાણી પરિવાર છે અને તે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહે છે. પરિવારના મોભી રમેશભાઈ રૂડાણી વર્ષોથી ગાયોની સેવા કરે છે. સુરતના કરુણા ગૌસેવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને સુરતમાં આવેલ પાંજરાપોળમાં 365 દિવસ તેઓ સેવા આપે છે.
રમેશભાઈને ગાય પ્રત્યે ખૂબ જ લાગણી છે. એટલા માટે જ તેમને 12 વર્ષ સુધી ગાયોની સેવા કરી અને ગુજરાતમાં 25 કરતાં વધારે ગૌશાળા બનાવી. રમેશભાઈ રૂડાણીએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે એક ફ્લેટ લીધો અને ફ્લેટમાં પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરતા પહેલા તેમને ગાયના વાછરડાના પગલા પોતાના ઘરમાં પડાવ્યા અને ત્યારબાદ પરિવારના સભ્યોએ ગૃહ પ્રવેશ કર્યો.
રમેશભાઈ રૂડાણી અને તેમના પરિવારે ગાયના વાછરડાના પગલાં ઘરમાં પડાવ્યા અને ત્યારબાદ મંદિરની સામે જ ગાયના વાછરડાની પૂજા કરી અને ત્યારબાદ ભગવાનનું મંદિરમાં સ્થાપન કર્યું. ત્યારબાદ ગાયના વાછરડાને ઘરમાં રહેલા સોફા પર અને બેડરૂમમાં રહેલા પલંગ પર સુવડાવ્યું હતું. ગૌ સેવા કરનારા રમેશભાઈ રૂડાણીનું કહેવું છે કે, હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે ત્યારે આ પ્રકારે પોતાના પારિવારિક પ્રસંગોમાં જો ગાય માતાને સ્થાન આપવામાં આવે તો વર્તમાન સમયમાં લોકો પણ ગાયનું મહત્વ સમજશે.
રમેશભાઈ અમને તેના પર રવિવારે સૌપ્રથમ ઢોલ નગારા સાથે ગૌ માતાના વાછરડાનું પોતાના એપાર્ટમેન્ટ પરિસરમાં સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ સત્સંગ મંડળની મહિલાઓ સાથે ધૂન કીર્તનના તાલે ગૌમાતાના વાછરડાને ફ્લેટ સુધી લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ વાછરડાને પહેલા તિલક કરી તેના પગલા ઘરમાં પડાવી ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube