September 21, 2024
KalTak 24 News
Gujarat

આજથી સુરતમાં બે દિવસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર,સમગ્ર કાર્યક્રમમાં કેવી-કેવી છે વ્યવસ્થા ?

Bageshwar Baba -surat

Surat News : બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે સુરતમાં દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત(Surat)માં પહોંચી ચુક્યા છે. મળતી માહિતી અનુસાર, આ દિવ્ય દરબારમાં 2 લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે. ત્યારે સુરતમાં આગમન સાથે જ પ્રજાના પ્રેમને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા.ધીરેન્દ્ર શાસ્ત્રીએ જય દ્વારકાધીશ, જય બાગેશ્વર ધામ કહીને જણાવ્યું કે, ખૂબ જ અદભુત છે. સુરતના તમામ પાગલોને સાધુવાદ, બાગેશ્વર બાલાજીની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે. આ પહેલા ગુરુવારે બાબા બાગેશ્વર (Baba Bageshwar) ના સ્વાગતમાં અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં સંતો અને સમર્થકો આવકારવા પહોંચ્યા હતા.

લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે. સાંજે બાબાનો દિવ્ય દરબાર શરૂ થશે.

 

View this post on Instagram

 

A post shared by KalTak24 News (@kaltak24news)

2 લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવવાની સંભાવના

આજે સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજવાના છે. જેમા મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા છે. આ પહેલા જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે બાબા બાગેશ્વરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા. માતા કિરણ પેટલે ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં આવવાની સંભાવનાને લઇને સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરત એરપોર્ટની બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. તેવામાં આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા અને ભભૂતી વિતરણ કરાશે.

બાબાની વાય કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે

આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળ અને તેની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોના હજારો સ્વયંસેવકો કાર્યક્રમ સ્થળની અંદર અને બહાર ટ્રાફિકથી લઈ અન્ય વ્યવસ્થાઓમાં સહકાર આપશે. તો બાબાની વાય કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે. દક્ષિણ ઝોન અને સુરતના વરિષ્ઠ અધિકારીઓ સતત વ્યવસ્થાઓ પર ચાંપતી નજર રાખશે. બાબાના દિવ્ય દરબારમાં રાજકીય અને ઉદ્યોગ જગતની મોટી હસ્તિઓ પણ હાજરી આપવાની છે.

સુરતમાં લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી

સુરતમાં બાબા બાગેશ્વરનો 2 દિવસ દિવ્ય દરબાર યોજાશે. 26 અને 27 તારીખે તેઓ સુરતમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ અમદાવાદ અને બાદમાં રાજકોટ ખાતે જશે. મહત્વનુ છે કે સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે 2 લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે.

બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. વધુમાં જણાવી દઇએ કે, આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળ અને તેની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોના હજારો સ્વયંસેવકો કાર્યક્રમ સ્થળની અંદર અને બહાર ટ્રાફિકથી લઈ અન્ય વ્યવસ્થાઓમાં સહકાર આપશે. તો બાબાની ઝેડ કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે.

જાણો બાબા બાગેશ્વરનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ

આયોજન સમિતિના સદસ્યના જણાવ્યા મુજબ, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે. તેઓ 26મી મેથી 27મી મે સુધી દરબાર યોજશે. આ દરમિયાન તઓ કથાવાર્તા અને રોડ શોનું પણ આયોજન કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદના મહેમાન બનશે. તેઓ 29મી મેથી 31મી મે સુધી અમદાવાદમાં દિવ્ય દરબાર યોજવાના છે.

ત્યારબાદ તેઓ રાજકોટની રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ દરબાર યોજાવાનો છે. જેમાં તેઓ સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરશે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામા આવી છે. અને આ માટે લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

image

Related posts

સુરતમાં બિલ્ડરે ફોર્ચ્યુનર સાથે સોસાયટીમાં ઘૂસ્યો,લાયસન્સવાળી ગનનું ટેસ્ટિંગ કરવા હવામાં ફાયરિંગ કર્યું;VIDEO

KalTak24 News Team

સુરત/૧૪૦૦ કિલો રંગનો ઉપયોગ કરી સતત ૧૫ કલાકની મેહનતથી સજાવ્યો ભવ્ય રામદરબાર,૪૦ બહેનોએ ૧૧,૧૧૧ સ્કે. ફૂટની રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવી

Sanskar Sojitra

‘મારી ડ્યુટી પૂરી, હવે હું વિમાન નહીં ઉડાડું’, રાજકોટ એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ ન થઈ- 3 સાંસદો સહિત અનેક મુસાફરો અટવાયા

KalTak24 News Team